ચૂંટણી જીતવા માટે ભારતના નેતાઓ જ પૂજા પાઠ અને હવનનો સહારો લે છે તેવુ નથી, અમેરિકામાં પણ નેતાઓ ધાર્મિક વિધિ કરાવતા હોય છે.
હાલમાં અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે ત્યારે હાલના પ્રમુખ ટ્રમ્પની જીત થાય તે માટે તેમના ધાર્મિક મામલાની સલાહકાર પાઉલા વાઈટે
કરેલી અજીબો ગરીબ પ્રાર્થનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહયો છે.લગભગ 47 લાખ લોકો આ વિડિયો જોઈ ચુક્યા છે. આ પ્રાર્થના કરતી વખતે પાઉલાએ કહ્યુ હતુ કે, પ્રભુ ઈસુના દેવદૂત અહીંયા આવી રહ્યા છે.પાઉલાએ આ પ્રાર્થના લેટિન ભાષામાં કરી હતી.જેમાં તે વારંવાર કહી રહી હતી કે, મને જીતની અવાજ સંભળાય છે. પાઉલાએ હરીફ ડેમોક્રેટિક પાર્ટીને રાક્ષસોનો સંઘ ગણાવ્યો છે.ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં ચૂંટણીના પરિણામ જાહેર નથી થયા પણ બિડેન જીત માટે નિશ્ચિત દેખાઈ રહ્યા છે. તો ટ્રમ્પ પોતાની ખુરશી બચાવવા મત ગણતરી સામે કાનૂની લડાઈ લડવાના મૂડમાં છે.બિડેનની ટીમે પણ કહ્યુ છે કે, અમે કોર્ટમાં કાનૂની લડાઈનો સામનો કરવા માટે તૈયાર છે.
Comments