આચાર્ય ચાણક્ય ની નીતિ અપનાવી કોઈ પણ વ્યક્તિ બધું જ પ્રાપ્ત કરી શકે છે. ગુરુ આચાર્ય ચાણક્ય દ્વારા ઘણી એવી નીતિઓ બનાવામાં આવી છે જેનું પાલન કરીને વ્યક્તિ પૈસા થી લઈને ખુશાલી ભર્યું જીવન જીવી શકે છે. આચાર્ય ચાણક્ય પોતાની નીતિઓ માટે ખુબજ પ્રખ્યાત છે, અને તેમના દ્વારા બતાવેલી નીતિઓ નું ઘણા લોકો પ્રસ્તન કરે છે. તો ચાલો જાણીએ ચાણક્ય દ્વારા જણાવેલી મહત્વપૂર્ણ નીતિઓ. આચાર્ય ચાણક્ય દ્વારા લખાયેલી ચાણક્ય નીતિની વાત વ્યક્તિના જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે. ચાણક્ય નીતિ માણસને ખોટા માર્ગને ટાળવા અને સાચા માર્ગ પર ચાલવા પ્રેરે છે. ચાણક્ય નીતિ કહે છે કે કોઈ પણ વ્યક્તિ તેના પદ અને સંપત્તિથી ચડિયાતો બનતો નથી, તે તેના આચરણ અને ગુણોથી શ્રેષ્ઠ બને છે. તેથી, મનુષ્યએ હંમેશાં તેના આચરણને સાત્ત્વિક રાખવું જોઈએ. ખરાબ વર્તન વ્યક્તિને જીવનમાં આગળ વધવા દેતું નથી અને અપમાનનું કારણ પણ બનાવે છે. ચાણક્ય કહે છે કે માણસે ખરાબ ટેવોથી દૂર રહેવું જોઈએ. તો જ તમને સમાજમાં સફળતા મળે છે. તો ચાલો જાણીએ કઈ ખરાબ ટેવોનો ત્યાગ કરવો જોઈએ.
આ ત્રણ કામોનો ત્યાગ કરનારા જ લોકો થાય છે સફળ, પ્રાપ્ત કરે છે સમાજમાં સન્માન
કોઈની નિંદા ન કરો :
ચાણક્ય કહે છે કે કોઈની નિંદા કરતી વખતે, વ્યક્તિને આનંદ મળે છે, પરંતુ તેનું આ વર્તન તેને સમાજમાં અપમાનજનક બનાવી શકે છે. કોઈની નિંદા કરવામાં, વ્યક્તિ પોતાનો કિંમતી સમય વિતાવે છે અને સાથે, તેનામાં સ્વયં અવગુણ આવવા લાગે છે,જે સફળતામાં અવરોધ બની જાય છે. તેથી વ્યક્તિએ હંમેશાં નિંદાથી દૂર રહેવું જોઈએ. બીજા ની નિંદા કરીને કોઈને કઈ નથી મળ્યું.જેણે સ્વયંને સુધાર્યા એને ઘણું મેળવ્યું. જયારે આપડે નિંદા ને આશીર્વાદ સમજવા લાગશું ત્યારે નિંદા કરનારા પોતે જ ઓછા થઈ જશે.
અહંકારનો ત્યાગ કરો :
ચાણક્ય કહે છે કે પોતાને સર્વશ્રેષ્ઠ માનવું સારું છે, પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ પોતાને શ્રેષ્ઠ ગણવાનું શરૂ કરે છે, તો તેનામાં અહંકારના અવગુણ આવે છે. અહંકાર વ્યક્તિના પતનનું કારણ બને છે, તેથી અહંકારનો ત્યાગ કરવો તે યોગ્ય છે. માત્ર ચાણક્ય નીતિમાં જ નહીં, પરંતુ બધા વિદ્વાનોએ શીખવ્યું છે કે વ્યક્તિએ પોતાના અહંકારનો ત્યાગ કરવો જોઈએ. સફળ બનવા માટે અહંકારનો ત્યાગ કરવો જરૂરી છે. અહંકાર નો ત્યાગ તમને લોકપ્રિય બનાવે છે ગુસ્સા ના ત્યાગ થી તમે દુઃખ થી દુર થઈ જાવ છો.સુખી થવા માટે લોભનો ત્યાગ કરવો જરૂરી છે.
મનમાં ન રાખો લાલચ :
લાલચ એ એક એવો અવગુણ છે જે વ્યક્તિને દુષ્ટ કાર્યો તરફ દોરી જાય છે. આ અવગુણ વ્યક્તિના પતનનું કારણ બને છે. તેથી લોભનો તરત જ ત્યાગ કરી નાખવો જોઈએ. મનમાં કોઈ પણ પ્રકારનો લોભ ન રાખશો. જેઓ બીજાની સંપત્તિ જોયા પછી લાલચ કરે છે, તેઓને શાંતિ નથી મળતી, જેના કારણે તેઓ ક્યારેય તેમના જીવનમાં સફળ થઈ શકતા નથી. લાલચી વ્યક્તિની તરફ દરેક લોકો ઘૃણાની દ્રષ્ટિએ જુએ છે. ખોટી લાલચ વ્યક્તિ ને તેના જીવન માં કોઈ ને કોઈ સમયે મુશ્કેલીઓ માં નોતરે છે.જીવનમાં ક્યારેય ખોટી લાલચ રાખવી નહિ.માટે જ કહ્યું છે કે “લાલચ એ બુરી બલા છે.” સ્વાર્થ અને લાલચ થી માણસ પોતાની માણસાઈ ભૂલી જાય છે.
Comments