નશાબંધી સપ્તાહ ઉજવણી અંતર્ગત નશાબંધી અને વ્યસન મુક્તિ વકતૃત્વ સ્પર્ધા અને માસ્ક વિતરણ
- ab2 news
- Oct 5, 2020
- 1 min read
પોરબંદર તા.૫,પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે તા.૨ ઓકટોબરથી તા.૮ ઓકટોબર સુધી નિયામકશ્રી નશાબંધી અને આબકારી ખાતા ગુજરાત રાજ્ય દ્રારા લોકોમાં જાગૃતિ અર્થે નશાબંધી સપ્તાહ ઉજવવામાં આવે છે.જે અંતર્ગત પોરબંદર નશાબંધી અને આબકારી કચેરી દ્રારા પણ નશાબંધી સપ્તાહની ઉજવણી અંતર્ગત લોકોમાં જાગૃતિ લાવવા કોવિડ-૧૯ વાયરસની સરકારી ગાઇડ લાઇન્સ ધ્યાનમાં રાખીને નશાબંધી સપ્તાહ ઉજવવામાં આવે છે.જે અંતર્ગત પોરબંદરનાં ભોજેશ્વર મહાદેવ મંદિર સામે શારદાનંદા હોલ ખાતે નશાબંધી તથા વ્યસન મુક્તિ વકૃત્વ સ્પર્ધા અને માસ્ક વિતરણ કાર્યક્રમ તેમજ ભારત વ્યસન મુક્ત સમાજના સહયોગથી વ્યસન છોડાવવા માટે દવા વિતરણ કેમ્પ યજાયો હતો.
Comments