હસ્તમૈથુન એ એક સામાન્ય ક્રિયા છે. લિંગ જે ક્રિયા યોનીમાં કરે છે તે જ વસ્તુ હસ્તમાં થતી હોય છે. ઘણાં યુવકો યુવાનીમાં હસ્તમૈથુન કરતા હોય છે. તેમાં ક્યારે તેની ટેવ પડી જાય છે તેની તેમને પોતાને જ ખબર હોતી નથી. એક યુવતિના પતિને પણ હસ્તમૈથુનની કુટેવ પડી ગઈ હતી. પત્નીનું માનવું હતું કે તેના લીધે જ એમની જનનેન્દ્રિયમાં ‘સ્પોન્જીસનેસ’ નથી રહી તથા અંગ નાનું અને પાતળું થઈ ગયું છે. આથી સમાગમ સુખ મળતું નથી.
હસ્તમૈથુન અસાધારણ કે નુકસાનકારક ક્રિયા નથી સેક્સોલોજિસ્ટો અને મનોચિકિત્સકોનું માનવું છે કે હસ્તમૈથુન અસાધારણ કે નુકસાનકારક ક્રિયા નથી. આપણા સમાજમાં તેના વિશે જાતજાતના ભ્રમ ફેલાયેલા છે. પરંતુ તેનાથી પુરુષની જનનેન્દ્રિય પર કોઈ પ્રકારની પ્રતિકૂળ અસર થતી નથી. પતિ-પત્ની બંને જાતીય સુખ વિશે વ્યવહારિક જાણકારી આપે તેવું સારું સાહિત્ય વાંચો.
આ સમસ્યા મનોવૈજ્ઞાનિક છે અને યૌન ટેક્નિક સાથે સંકળાયેલી આ માટે બે સારાં પુસ્તકો છે : માસ્ટર અને જોન્સનનું ‘સેક્સ મેન્યુઅલ’ તથા ‘કોમન સેક્સ્યુઅલ પ્રોબ્લેમ્સ’ આમ છતાં જો સમસ્યાનો ઉકેલ ન મળે, તો કોઈ પ્રશિક્ષિત મનોચિકિત્સકની સલાહ લઈ શકો. હા, ભૂલે ચૂકેય બોગસ ‘સેક્સોલોજિસ્ટ’ના લફરામાં ફસાતાં નહીં. આ સમસ્યા મનોવૈજ્ઞાનિક છે અને યૌન ટેક્નિક સાથે સંકળાયેલી છે. તમે બંને સાથે મળીને જ આનો ઉકેલ શોધી શકો એમ છે.
પુરુષની ઈન્દ્રિય માટે ઉત્તેજિત થવાની પ્રક્રિયા શું હોય છે? પુરુષનું શિશ્નોત્થાન જોવાથી, સ્પર્શવાથી, કામુક વાતો સાંભળવાથી કે એની કલ્પના કરવાથી થાય છે. માણસના મગજમાં કામકેન્દ્ર ઉત્તેજિત થાય ત્યારે મેરુદંડ મારફત ઉત્તેજના નીચે તરફ જાય છે. ત્યાં અમુક નસો એ ઉત્તેજનાને જનનેન્દ્રિય ઉપકરણ સુધી પહોંચાડે છે. આ પ્રક્રિયા દરમિયાન પેલ્વિસમાં લોહીનો પ્રવાહ વધે છે અને શિશ્ન ઉત્તેજિત થાય છે. પુરુષની ઉંમર જેમ જેમ વધે તેમ તેને તેને શિશ્નોત્થાન માટે વધુ પ્રત્યક્ષ ઉત્તેજનાની જરૂર પડે છે. તેમ છતાં ભય, અપરાધભાવ અને વ્યાકુળતા જેવી ચિંતાજનક સ્થિતિ કામોત્તેજનાની પ્રક્રિયામાં રુકાવટ ઊભી કરે છે.
Comments