મહિલાઓએ પ્રેગ્નેન્સી દરમિયાન ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. તેમની નાની અમથી ભૂલથી મિસકેરેજ થવાના ચાન્સિસ વધી જાય છે. આ જ કારણથી ઘણાં કપલ્સ પ્રેગ્નેન્સી દરમિયાન સેક્સ માણતા નથી. ઘણાં લોકો પ્રેગ્નેન્સી દરમિયાન સેક્સને બાળક માટે ખતરનાક માને છે. પ્રેગ્નેન્સી દરમિયાન સેક્સ માણતા ગભરાવવું નહીં
આ દરમિયાન મહિલાઓની સેક્સ ડ્રાઈવ વધુ એક્ટિવ થાય છે
કેટલીક બાબતોનું ધ્યાન રાખી માણી શકાય છે સેક્સ
ગર્ભસ્થ બાળકને નુકસાન ન પહોંચે તેના કારણે પ્રેગ્નેન્સીના 3 મહિના પછી પાર્ટનર સેક્સ કરવાનું બંધ કરી દે છે. જોકે, મેડિકલ સાયન્સ લોકોમાં ફેલાયેલી આ માન્યતાઓને તદ્દન ખોટી ગણાવે છે. ડોક્ટર્સનું માનવું છે કે, આ દરમિયાન મહિલાઓના શરીરમાં ફિઝિકલ અને હોર્મોનલ ચેન્જિસ આવે છે અને આ દરમિયાન મહિલાઓની અંદર સેક્સની તીવ્ર ઈચ્છા જાગે છે. એ વાત પણ સાચી છે કે, આ દરમિયાન મહિલાઓ માટે
સેક્સ ઘણું જ આનંદદાયી હોય છે.
પ્રેગ્નેન્સી દરમિયાન મહિલાઓની સેક્સ ડ્રાઈવ વધુ એક્ટિવ થાય છે, ડોક્ટર્સ કહે છે કે, સેક્સ એ માત્ર જાતીય આનંદ નથી, પરંતુ તે જીવનસાથી સાથે વધુ સારી રીતે કનેક્ટ થવાનો એક માર્ગ પણ છે. આ સ્થિતિમાં મહિલાઓના શરીરમાં લોહીનો પ્રવાહ એકદમ ઝડપી થઈ જાય છે અને સેક્સ ડ્રાઇવ પણ વધે છે. આથી જ તેઓ સેક્સનો વધારે આનંદ લે છે. આ જ કારણથી પ્રેગ્નેન્સી દરમિયાન સેક્સ ન કરવાની માન્યતાઓથી ડરવા કરતા તેની હકીકતો વિશે ડોક્ટરથી જાણવું જોઈએ.
પ્રેગ્નેન્સી દરમિયાન સેક્સ કરવામાં ગભરાવાની જરૂર નથી
ડોક્ટર્સનું કહેવું છે કે, પ્રેગ્નેન્સી દરમિયાન કોઈપણ સ્ટેજમાં સેક્સ કરવાથી ગભરાવાની જરૂર નથી. જો આ દરમિયાન કોઈ કોમ્પ્લિકેશન્સ આવે, મિસકેરેજ અથવા વધુ બ્લીડિંગનો ખતરો લાગે તો તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
પ્રેગ્નેન્સી દરમિયાન સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખવું
પ્રેગ્નેન્સી દરમિયાન પાર્ટનર સાથે શારીરિક સંબંધ બનાવતા પહેલાં સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખવું. સેક્સ દરમિયાન કોન્ડોમનો ઉપયોગ કરવાનું ભૂલવું નહીં, કારણ કે જો ભૂલથી પણ સેક્સુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝનો ખતરો થયો તો પ્રેગ્નેન્સીમાં ખતરો વધી શકે છે. પ્રેગ્નેન્સીમાં સેક્સ કરતી વખતે મહિલાના કમ્ફર્ટ અને પોઝિશનનું ખાસ ધ્યાન રાખવું. આ સમયે ઓન ધ ટોપ પોઝિશન સૌથી સેફ માનવામાં આવે છે.
પ્રેગ્નેન્સીમાં આ સમયે ન કરવું સેક્સ
બ્લીડિંગ થવાની સ્થિતિમાં ડોક્ટર સેક્સ ન કરવાની સલાહ આપે છે. બીજુ એમનોયટિક ફ્લૂડ લીક થવા પર બાળકનું જીવ જોખમમાં મૂકાય છે. આ કંડીશનમાં પણ સેક્સ કરવું નહીં. જો તમને પહેલાં મિસકેરેજની સમસ્યા થઈ ચૂકી છે તો સેક્સ કરતાં પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. જો તમારા ગર્ભમાં ટ્વિન્સ અથવા તેનાથી વધુ બાળક છે તો પ્રેગ્નેન્સી દરમિયાન સેક્સ કરવાથી કોમ્પ્લિકેશન્સ વધી શકે છે.
Comments