પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્રારા યોજાશે ઇ-રોજગાર ભરતીમેળો
- ab2 news
- Oct 6, 2020
- 1 min read
પોરબંદર તા.૬, પોરબંદર જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારી મળી રહે તે માટે ખાનગી ક્ષેત્રમાં નોકરીદાતા માટે તા.૧૩ ઓકટોબરના રોજ રોજગાર વિનિમય કચેરી દ્રારા ઇ-રોજગાર ભરતીમેળાનું આયોજન કરાયુ છે. આ ઇ-ભરતીમેળામાં ધો.૧૦,૧૨, સ્નાતક, I.T.I તથા ડિપ્લોમાં સુધીની લાયકાત ધરાવતા ઉમેદવારો ઇ-રોજગાર ભરતીમેળામાં ભાગ લઇ શકશે. ઉમેદવારો https://forms.gle/BgLwBrs1vcPRtATh7 લીંક પર તા.૧૦ ઓકટોબર પહેલા ઉમેદવારોએ પોતાની તમામ વિગતો ભરી રજીસ્ટ્રેશન કરાવવુ. વધુ વિગતો માટે ૦૨૮૬-૨૨૨૨૦૪૧ ઉપર ફોન કરવા જણાવાયુ છે.
Comments