રડવું આમ તો કોઇને પણ પસંદ હોતું નથી. પરંતુ કેટલીક વખત એવી સ્થિતિ હોય છે કે તમારી આંખોમાં આંસુ આવી જ જાય છે. પરંતુ તમારા માટે આ વાત ખરેખર ખૂબ સારી છે. રડવું પણ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક જણાવવામાં આવે છે. પરંતુ જો તમારે રડવું જ છે તો તમે સાંજના સમયે રડો. તેના અનેક ઘણા ફાયદા થઇ શકે છે.
માણસના જીવનમાં હસવુ જેટલુ મહત્વનુ છે તેટલુ જ મહત્વ રડવાનુ પણ રહેલુ છે. આજે પણ સમાજમાં રડતા વ્યક્તિને નબળા માનવામાં આવે છે, જો કે આ વાત તદ્દન ખોટી છે. જે લોકો નાની વાતોમાં રડી પડે છે તે લોકો ભાવનાત્મક રીતે ખૂબ જ સરસ સ્વાભાવના હોય છે.
વૈજ્ઞાનિક માને છે રડવું ખરાબ નથી. પરંતુ સ્વાસથ્ય માટે ખૂબ જ લાભદાયી છે. તેનાથી માનસિક દબાણ ઓછું થાય છે અને તમારા દુ:ખ જાહેર કરવાના આ પ્રાકૃતિક રીત છે. જેનું કોઇ નુકસાન થતુ નથી. જેથી તમે દુ:ખી છો તો થોડૂક રડી લેવામાં કોઇ ખરાબી નથી. વૈજ્ઞાનિક આજ સલાહ મહિલાઓની સાથે-સાથે પુરૂષોને પણ આપે છે.
જો તમારા શરીરમાં તણાવનુ પ્રમાણ વધી ગયુ હોય અને તમે રડી શકતા નથી તો તમારામાં નકારત્મક શક્તિનુ પ્રમાણ વધી જાય છે. જેથી તમે હ્રદયની બિમારી, ડાયબીટીસ જેવી બિમારીઓનો શિકાર બની શકો છો. આ બધા રોગોથી બચવા માટે રડવુ ખૂબ જરૂરી છે.
આપણા શરીરમાં કોર્ટિસોન નામના હોર્મોન રિલીઝ થાય છે. શરીરમાં આ હોર્મોનનું સ્તર વધવાથી વજનમાં ઘટાડો થાય છે. બીજુ છે સ્ટ્રેસ લેવલ વધવા પર જ્યારે આપણે રડીએ છીએ તો આંસુ દ્રારા એક ઝેરી પદાર્થ શરીરની બહાર આવે છે. જે વજન વધવા માટે ઘણી હદ સુધી જવાબદાર હોય છે.
તમે બધાએ જોયું જ હશે કે ઘણી વાર રડ્યા પછી મન હળવું થાય છે અને સારું લાગે છે. આ સાથે વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા અધ્યયનમાં ખુલાસો થયો છે કે આંસુ દ્વારા મનનો ભાર દૂર થાય છે અને વ્યક્તિને હળવાશ થવા લાગે છે.
જ્યારે મન ઉપર કોઈ દબાણ આવે છે, બોજ આવે છે, ત્યારે રડવું આવે છે. આવી સ્થિતિમાં, જો તમારા હૃદયમાં કેટલાક નકારાત્મક વિચારો છે, તો તમારે રડવું જોઈએ કારણ કે રડવાથી નકારાત્મક ઊર્જા જતી રહે છે. હા, જ્યારે આપણે રડીએ છીએ, ત્યારે આંસુના બહાને આપણા અંદરના બધા નકારાત્મક વિચારો બહાર નીકળી જાય છે.
આંખોને ધૂળ ગંદકી અને પ્રદૂષણનો પણ સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, ઘણા હાનિકારક તત્વો આંખોની નજીક એકઠા થવા લાગે છે, પરંતુ જ્યારે આપણે રડીએ છીએ, ત્યારે આ તત્વો આંસુઓ સાથે પણ બહાર આવે છે. હા, આંસુમાં લાઇઝોઝાઇમ એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી વાયરલ તત્વો હોય છે. આવી સ્થિતિમાં જ્યારે આંસુઓ બહાર આવે છે, ત્યારે આપણી આંખો સ્પષ્ટ થઈ જાય છે.
જે લોકો મિત્રતામાં રડે છે તો તેમના સંબધો વધારે મજબૂત બને છે અને તે ભાવનાઓથી જોડાવા લોકોને પ્રેરીત કરે છે. આ ઉપરાંત બીજાની ભાવનાઓની કદર કરે છે. જેથી દરેક માણસે થોડુ રડવુ જોઇએ જેથી જુદા જુદા રોગોથી છુટકારો મળે અને સ્વાસ્થ પણ સારુ રહે.
Comentarios