top of page

સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ અમીષા પટેલની ગ્લેમરસ તસ્વીરો


અમિષા પટેલે એક્ટિંગ કારકિર્દીની શરૂઆત વર્ષ ૨૦૦૦માં આવેલી ફિલ્મ કહોના પ્યાર હૈ થી કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ. ત્યારબાદ તેઓ ગદર એક પ્રેમ કથા માં નજર આવ્યા હતા. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ. ત્યારબાદ તેઓ હમરાઝ ફિલ્મમાં નજર આવ્યા. જેમાં દર્શકોએ તેમના કામની પ્રશંસા કરી હતી. જોકે ત્યારબાદ તેમની કારકિર્દીનો ગ્રાફ નીચે તરફ પડતો રહ્યો હતો.


સુંદર અને ટેલેન્ટેડ હોવા છતાં પણ તેમને સારી ફિલ્મો મળી શકી નહીં. આ વચ્ચે તેમણે આપ મુજે અચ્છે લગને લગે, સુનો સસુરજી, તથાસ્તુ, થોડા પ્યાર થોડા મેજિક, ભૂલ ભૂલૈયા, રન ભોલા રન જેવી ફિલ્મોમાં કામ કર્યું. પરંતુ આ બધી ફિલ્મો કોઈ ખાસ કમાલ દેખાડી શકી નહીં. જો કે ફ્લોપ ફિલ્મો છતાં પણ અમિષા પટેલનું નામ બોલીવુડની જાણીતી અભિનેત્રીઓ માં સામેલ છે.


અમીષા પટેલ ફિલ્મોથી દૂર હોય પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તે ખૂબ જ એક્ટિવ રહે છે. અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના ગ્લેમરસ ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. ૪૪ વર્ષની ઉંમર હોવા છતાં પણ હંમેશા ખૂબ જ યંગ અને ગ્લેમરસ દેખાય છે. વળી હાલમાં જ અમીષાની અમુક તસ્વીરો સોશિયલ મીડિયા પર ફરીથી એક વખત છવાયેલી છે.


કોઈ અમિષા પટેલને “હોટ” કહી રહ્યું છે, તો કોઈ તેમને “સેક્સી” નું ટેગ આપી રહ્યું છે. અમીષા પટેલે જે તસ્વીરો શેર કરી છે, તેમાં તે બ્લુ રંગની બિકિનીમાં જોવા મળી રહી છે. પોતાના લુકને કુલર બનાવવા માટે તેમણે શેડનો પણ ઉપયોગ કર્યો છે. એક બાદ એક અમિષા પટેલે ઘણી તસ્વીરો શેર કરી છે. આ તસ્વીરને શેર કરતા તેમણે એક કેપ્શન લખ્યુ છે, “આ એક વાઈબ છે, સનશાઈન ની મજા લો.”


જો તેમના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો થોડા મહિના પહેલા અમીષા પટેલ બિગ બોસનાં ઘરમાં માલિક બનેલી નજર આવી હતી. અમુક એપિસોડમાં નજર આવ્યા બાદ તે ગાયબ થઈ ગઈ હતી. જોકે તેમણે શો શા માટે છોડી દીધો, તે વાતની જાણ હજુ સુધી થઇ શકી નથી. મીડિયા રિપોર્ટ અનુસાર હંમેશા પોતાના ગ્લેમરસ થી દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ રહી હતી, એટલા માટે તેમને શો માંથી બહાર કાઢી નાખવામાં આવેલ હતી.


આજે અમીષા પટેલની ઉમર ૪૪ વર્ષ છે, તેમ છતાં પણ તે કુંવારી છે. એક સમયમાં તે પરણિત ડાયરેક્ટર વિક્રમ ભટ્ટની સાથે પોતાના અફેરને લઈને ચર્ચામાં હતી. આ વાત અમીષા પટેલનાં પરિવારજનોને પસંદ હતી નહિ કે તે એક પરણિત વ્યક્તિને ડેટ કરી રહી છે.


આ વાતને લઈને તેમના પરિવારજનોએ તેને ખૂબ જ સમજાવી હતી, પરંતુ અમીષાને પોતાની પર્સનલ લાઇફમાં પરિવારજનોની દખલઅંદાજી પસંદ હતી નહીં. આખરે જ્યારે અમીશા પટેલ માની નહીં તો તેમની માતાએ તેને ઘરેથી કાઢી મૂકી અને અમીષા પોતાનો ફ્લેટ લઈને પરિવારથી અલગ રહેવા લાગી.

 

પત્નીને ખુશ રાખવી સરળ કામ નથી. ઘણા પતિ તો સખત મહેનત કરવા છતાં પણ પોતાની પત્નીનું દિલ જીતી શકતા નથી અને તેમની પત્ની હંમેશા તેમની સાથે લડાઈ કરી રહે છે. જો તમે પણ પોતાની પત્નીનું દિલ જીતવા માગો છો તો નીચે બતાવવામાં આવેલી વાતોને યોગ્ય રીતે સમજી લેવી. આજે અમે તમને એવી પાંચ ચીજો વિશે જણાવીશું, જેને કરી લીધા બાદ તમારી પત્ની તમારાથી ખુશ થઇ જશે અને લડાઈ કરવાનું બંધ કરી દેશે. હકીકતમાં દરેક પત્ની ઈચ્છે છે કે તેમના પતિ નીચે બતાવેલી પાંચ ચીજો તેમના કહ્યા વગર કરે વધુ વાંચો...

 

Comments


Post: Blog2_Post
  • Facebook
  • Twitter
  • Instagram

©2020 by કેશુભાઈ પટેલ. Proudly created with Wix.com

bottom of page