top of page

સમાગમનો આ છે સૌથી બેસ્ટ પ્રકાર, પરંતુ મોટાભાગની સ્ત્રીઓને નથી ગમતું આ કામ


  • હું ૨૬ વર્ષની છું. મારી સમસ્યા એ છે કે મારા સ્તનોનો વિકાસ થયો નથી. આ કારણે મને બહાર જતા ઘણી શરમ આવે છે. શું મારી સમસ્યાનો કોઈ ઇલાજ છે ખરો? શું હું મારા પતિને સંતોષ આપી શકીશ? એક યુવતી (મુંબઈ) આ કારણે તમારે હીનભાવના અનુભવવાની જરૂર નથી. તમે પેડેડ બ્રા પહેરી શકો છો. આની કોઈ દવા નથી. કોસ્મેટિક સર્જરી એક વિકલ્પ છે. પરંતુ એની સલાહ બધા ડોક્ટર આપતા નથી. આથી આ પૂર્વે તમારે કોઈ નિષ્ણાત ડોકટરની સલાહ લેવી જરૂરી છે. રહ્યો પ્રશ્ન પતિને સંતોષ આપવાનો તો જણાવવાનું કે સેકસોલોજીસ્ટોને મતે નાના સ્તનોને કારણે વધુ સંતોષ મળે છે. આથી િંચંતા છોડી દો. તમારો આત્મવિશ્વાસ ગુમાવો નહીં. તેમજ નિસંકોચ બહાર હરો ફરો. નિષ્ણાતની સલાહ લઈ બ્રેસ્ટને લગતી એકસરસાઈઝ કરવાથી થોડો ઘણો ફાયદો થઈ શકે છે. સેક્સની રોચકતા સાથે આને કોઈ સંબંધ પડતો નથી.

  • અમારા લગ્નને એક વરસ થયું છે. મારી પત્નીને ગર્ભ રહેતો નથી. તેનું વજન પણ થોડું વધારે છે. અમારા રિપોર્ટ નોર્મલ છે. કયા દિવસોએ સંબંધ બાંધવાથી ગર્ભ રહી શકે છે? એક યુવક (સુરત) સંભોગ દરમિયાન કોઈ જેલી જેવો કોઈ ચીકણો પદાર્થ વાપરતા હો તો એ બંધ કરો. કારણ કે એનાથી શુક્રજંતુની ગતિ મંદ થઈ જાય છે. સ્ત્રી બીજાશયમાંથી ઈંડુ બહાર આવે એના ૨૪થી ૪૮ કલાકની અંદર સંભોગ કરવામાં આવે તો ગર્ભ રહેવાની શક્યતા છે. આજકાલ સોનોગ્રાફીની મદદથી એ જાણી શકાય છે. આજકાલ સોનોગ્રાફીની મદદથી એ જાણી શકાય છે. આ ઉપરાંત માસિક પછીનું એક અઠવાડિયું છોડી બીજે તેમજ ત્રીજે સપ્તાહે સંબંધ બાંધ્યા પછી સ્ત્રી પોતાના ઘૂંટણ છાતી પાસે લાવીને અડધો કલાક સુધી સુઈ રહે તો પણ ગર્ભ રહેવાની શક્યતા વધી જાય છે. તમે કોઈ સારા ગાયનેકોલોજીસ્ટની સલાહ લો. આપણે પ્રયત્નો કરવાના બાકી બધુ ઈશ્વરની ઇચ્છા પર છોડી દેવું.

  • હું ૨૬ વર્ષની પરીણિત યુવતી છું. મારા લગ્ન થયે એક વર્ષ થયું છે. પતિ રોજ સહયાસની ઇચ્છા રાખે છે જે મને પસંદ નથી. આ કારણે મારું વજન વધતું હોય એમ મને લાગે છે. યોગ્ય સલાહ આપવા વિનંતી. એક યુવતી (અમદાવાદ) વધુ સહવાસને કારણે વજન વધે એ તમારો ભ્રમ છે. આ બન્ને વચ્ચે કોઈ સંબંધ નથી. સેક્સ બાબતે પતિ-પત્ની બન્નેની ઇચ્છાને મહત્ત્વ આપવું જરૂરી છે. આથી તમારે તમારા પતિ સાથે આ બાબતની ચર્ચા કરી કોઈ મધ્યમ માર્ગ શોધવાની જરૂર છે. જેમાં બન્નેની ઇચ્છાને માન આપવામાં આવે. સુખી લગ્ન જીવન માટે એકબીજાની પસંદ-નાપસંદનો ખ્યાલ રાખવો જરૂરી છે.

  • હું ૩૮ વર્ષની છું. મારા લગ્નને ૧૭ વર્ષ થયા હોવા છતાં પણ મને સંતાન સુખ લાભ્યું નથી અમારા બંનેના રિપોર્ટ નોર્મલ આવ્યા છે. અમારામાં કોઈ ખામી નથી. અમે ઘણા ઉપાયો કર્યા પરંતુ અમને સંતાન થતા નથી. મારી બહેનપણીની સલાહ માની મેં મારા પતિ સિવાય અન્ય પુરુષો સાથે શરીર સુખ માણવાનું શરૂ કર્યું છે. પરંતુ હજુ સુધી એનું પરિણામ મળ્યું નથી. ઇચ્છા ન હોવા છતાં પણ સંતાનની આશાએ હું પર પુરુષો સાથે સંબંધ રાખું છું. મારી બહેનપણી આવા પ્રયોગમાં સફળ થઈ હોવાથી મને પણ આશા જન્મી છે. શું આ કારણે એઇડ્સ થવાની શક્યતા છે ખરી? શું આમાં મને સફળતા મળશે ખરી? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી. – એક મહિલા (અમદાવાદ) શું તમે કોઈ નિષ્ણાત ગાયનેકોલોજિસ્ટ પાસે આ માટે જરૂરી એવી બધી તપાસ કરાવી છે? સંતાનની આશા સૌને હોય છે પણ આ માટે આવો અનૈતિક માર્ગ અપનાવવો યોગ્ય નથી. તમારા નસીબમાં સંતાન નહીં હોય તો તમે ગમે તેટલા પુરુષો સાથે સંબંધ બાંધશો તો પણ તમને સંતાન થશે નહીં અને તમારામાં જ કોઈ ખામી હશે તો આ પ્રયોગ પણ સફળ થશે નહીં. આમ કરી તમે તમારા પતિનો વિશ્વાસઘાત કરી રહ્યા છો. અને કાલ ઊઠીને કોઈ બીજા પુરુષ દ્વારા તમને સંતાન થશે અને તમારા પતિને તમારા પર શક જશે અને આ સંતાન તેમનું નથી એ વાત સાબિત થશે તો તમારું અને તમારા બાળકનું ભવિષ્ય અંધકારમય બની જશે. અને લગ્નેતર સંબંધ બાંધવાને કારણે એઇડ્સનું પણ જોખમ છે. આ ઉપરાતં આમ કરવાથી તમારા ચારિત્ર પર લાંછન લાગવાની શક્યતા છે. આથી આ પ્રયોગ છોડી કોઈ સારા ડોક્ટરની સલાહ લો અને ઉપચાર કરાવો આજે તો વિજ્ઞાાને ઘણી પ્રગતિ કરી છે. ટેસ્ટ ટયૂબ બેબી જેવી પદ્ધતિ વિશે ડોક્ટર સાથે ચર્ચા કરો. આમ કરવા છતાં પણ સફળતા ન મળે તો કોઈ બાળક દત્તક લો પરંતુ પર પુરુષો સાથે સંબંધ બાંધવાનું બંધ કરો અને તમારા પતિને વફાદાર રહો.

  • હું ૨૧ વર્ષનો છું. મને એક છોકરી સાથે પ્રેમ છે. અમે બંને એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ. પરંતુ તે મારાથી ચાર વર્ષ મોટી છે તે નાજુક હોવાથી આ તફાવત જણાતો નથી. અમને વાંધો નથી પણ સમાજમાં કે લગ્ન જીવનમાં વાંધો આવી શકે ખરો? મારા પ્રશ્નનો જવાબ આપવા વિનંતી. – એક યુવક ચાર વર્ષનો તફાવત બહુ ન કહેવાય. તમને બંનેને વાંધો ન હોય અને તમે બંને એકબીજાને અનુકૂળ થઈ શકતા હો તો લગ્ન કરવામાં વાંધો નથી. સાત-આઠ વર્ષ કે એકાદ દાયકા જેટલો તફાવત હોય તો પાછળથી લગ્નજીવનમાં તકલીફ થવાની શક્યતા છે. પરંતુ તમારી વચ્ચેનો તફવાત આટલો ન હોવાથી કોઈ વાંધો આવે તેમ નથી. તમારા લગ્નજીવન કે સેક્સલાઇફમાં પણ આ કારણે તકલીફ થવાની શક્યતા નથી. પત્ની મોટી હોય એવા ઘણા કિસ્સા મળી આવશે. લગ્નજીવનની સફળતા માટે પરસ્પર વિશ્વાસ, પ્રેમ અને સમાધાન કરવાની વૃત્તિ મહત્ત્વનો ભાગ ભજવે છે. તમારા બંનેના પરિવારને વાંધો નહીં હોય તો લગ્ન કરવામાં વાંધો નથી. પરંતુ મારી સલાહ છે કે તમારી ઉંમર ઘણી નાની છે. આથી થોડા વર્ષ રાહ જુઓ. આ પછી તમને લાગે કે તમે લગ્નની જવાબદારી ઉપાડી શકવા આર્થિક રીતે પગભર છો અને આ યુવતી જ તમારે માટે યોગ્ય છે તો આગળ વધો.

  • હું પરિણીત યુવક છું. સંભોગ સમયે મને તરત જ વીર્ય સ્ખલન થાય છે. આથી સંભોગમાં આનંદ મળતો નથી યોગ્ય ઉપાય દર્શાવવા વિનંતી.- એક પુરુષ (મોરબી) તમારી સમસ્યા સામાન્ય છે. આ પ્રકારની સમસ્યાથી ઘણા લોકો પીડાય છે. આથી ચિંતા કરવાની જરૂર નથી. વાત્સાયનના કામસૂત્રમાં શીધ્ર પતનની તકલીફ કહી છે. આમાં અશ્વિની અને વજ્રોલી મુદ્રા મદદરૂપ થઈ શકે છે એમ પ્રખ્યાત સેક્સોલોજિસ્ટનું કહેવું છે. આ ઉપરાંત આ તકલીફથી પીડાતા લોકોએ પહેલાં તેમની પત્નીને સંતોષ આપી દીધા પછી સમાગમ કરવો. અગત્યની વસ્તુ સંતોષ છે સંભોગ નહીં એ વાત ધ્યાનમાં રાખો.

  • મારી પુત્રીની ઉંમર ૨૨ મહિના છે. તેની તંદુરસ્તી ખૂબ જ સારી છે. લગભગ છેલ્લાં એકાદ મહિનાથી તેની આંખોની પાંપણ પર સફેદ ડાઘ ઉપસી આવ્યા છે. તે કોઢ હોવાની મને શંકા છે. બે-ત્રણ ડૉક્ટરોએ જણાવ્યું હતું કે આ કોઢ નથી. પરંતુ કરોળિયા છે. મારી શંકાના સમાધાન માટે આયુર્વેદિક ડૉક્ટરને બતાવ્યું તો તેમણે આ કોઢ હોવાનું નિદાન કરતા ચેતવણી આપી હતી કે ટયૂબ કે મલમ કે લેપ લગાડવાથી આ ડાઘા વધુ સફેદ બનશે. અને આજુબાજુ ફેલાશે. આ કોઢ હશે કે કરોળિયા એ જણાવવા તેમજ તેનો ઇલાજ સૂચવવા વિનંતી. – એક ભાઇ (આહવા) તમારી પુત્રીને કોઢ છે કે કરોળિયા એ નિદાન કરવાનું કામ ડૉક્ટરનું છે. અમે ડૉક્ટર નથી અને આમ પણ જોયા વિના કહેવું મુશ્કેલ છે. આથી ડૉક્ટરનું કામ ડૉક્ટરને જ કરવા દો. તમારી ચિંતા હું સમજી શકું છું. હું તમને માત્ર એટલી જ સલાહ આપી શકું છું કે તમે તમારી નજીકના કોઇ શહેરમાં પ્રેક્ટિસ કરતા ત્વચા રોગ નિષ્ણાતનો સંપર્ક કરો અને તેમની સલાહ અનુસાર ઉપચાર કરાવો.

  • હું ૨૪ વર્ષની છું. મારા લગ્નને એક વર્ષ થયું છે. મને સેક્સની બહુ ઇચ્છા થાય ત્યારે હું હસ્તમૈથુનને સહારો લઉં છું. મારી બીજી સમસ્યા એ છે કે માસિક દરમિયાન મને એક જ દિવસ રક્તસ્ત્રાવ થાય છે અને તેનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. શું હસ્તમૈથુનની આદત અને માસિકની તકલીફને કારણે મને માતા બનવામાં મુશ્કેલી થશે? બીજું સંભોગ પછી મારામાંથી બધુ જ વીર્ય બહાર નીકળી જાય છે. શું આ કારણે મને ગર્ભ રહેતો નહીં હોય? – એક યુવતી (અમદાવાદ) હસ્તમૈથુન અને ગર્ભ રહેવા સાથે કોઇ સંબંધ નથી. કામવાસના દૂર કરવા માટે લગ્નબાહ્ય સંબંધ બાંધવા કરતા હસ્તમૈથુન આદર્શ છે. શરીરનો આવેગ દૂર કરવાનો આ એક કુદરતી માર્ગ છે. હા, માસિક ઓછું આવે છે એ વાત ચિંતા ઉપજાવે તેવી છે. આ માટે તમે કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરો. તમારી અને તમારા પતિની અમુક ટેસ્ટ પછી તેઓ ઉપચાર જણાવશે. સંભોગ દરમિયાન વીર્ય બહાર આવવું એ સામાન્ય છે. ગર્ભ રહેવા માટે વીર્યનું એક ટીપું પણ કાફી છે. આથી એની ચિંતા કરવાની પણ જરૂર નથી.

  • હું ૨૭ વર્ષની છું. મારા પતિ પણ ૨૭ વર્ષના છે. અમારા લગ્નને પાંચ વર્ષ થયા છે પણ હજુ સુધી અમને સંતાન નથી. લગ્નના પહેલા વર્ષ મને ગર્ભ રહ્યો હતો. પરંતુ તે સમયે સંતાનની ઇચ્છા નહીં હોવાથી મેં ક્યુરેટિન કરાવ્યું હતું. ડૉક્ટરે કહ્યું હતું કે ક્યૂરેટિન કરવાથી ગર્ભ જલદી રહેતો નથી. તો શું હવે મને પ્રેગનન્સી રહેશે નહીં? સંભોગ દરમિયાન મારા પતિનું વીર્ય બહાર આવી જાય છે. મારા પ્રશ્નનું યોગ્ય સમાધાન સૂચવવા વિનંતી. – એક મહિલા (અમદાવાદ) કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટને દેખાડી તેમની સલાહ મુજબ તમારે અને તમારા પતિએ ટેસ્ટ કરાવવાની જરૂર છે. તમારી સમસ્યાનો ઉપાય માત્ર ડૉક્ટર પાસે જ છે. સેક્સ કર્યાં પછી વીર્ય બહાર નીકળી જાય છે. એ સમસ્યાનું સમાધાન આગલા જ પ્રશ્નના ઉત્તરમાં આપ્યું છે. સેક્સોલોજીસ્ટોએ જણાવ્યા પ્રમાણે માસિક આવી ગયા પછી એક અઠવાડિયું છોડી બીજા અને ત્રીજા સપ્તાહમાં એકાંતરે સંબંધ બાંધ્યા પછી સ્ત્રી પોતાના ઘૂંટણ છાતી પાસે લાવીને અડધો કલાક એ સ્થિતિમાં સૂઇ રહે તો ગર્ભ રહેવાની શક્યતા છે. પરંતુ આ પધ્ધતિ અપનાવવાથી ગર્ભ રહેશે એમ ગેરેન્ટી સાથે કહી શકાય તેમ નથી. આ ઉપરાંત સમાગમ દરમિયાન જેલી કે કોઈ ચીકણો પદાર્થ વાપરતા હો તો તે બંધ કરી દો. આ કારણે શુક્રજંતુની ગતિ મંદ થઇ જાય છે કે તે ગતિહીન થઇ જાય છે. તમે કોઇ નિષ્ણાતની સલાહ લો. આપણે બનતી મહેનત કરવી. ફળ આપવાનું કામ ઇશ્વરનું છે. આથી નિરાશ થવાની જરૂર નથી.

  • હું ૨૪ વરસનો છું. મારાથી મોટી મહિલા સાથે મારે ઓળખાણ થઇ અને હવે અમારી વચ્ચે શારીરિક સંબંધ છે. તે રોજ સહવાસ માટે મને મજબૂર કરે છે. મારે હવે આ પ્રકરણ સમાપ્ત કરવું છે તો મારે શું કરવું એ જણાવવા વિનંતી. – એક યુવક (ગુજરાત) તમારી મરજી વિરુધ્ધ કોઇ તમને શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી શકે તેમ નથી. તમે એ સ્ત્રીને ઉત્તેજન આપ્યું હશે એટલે જ તે આગળ વધી હશે. તમારે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવું હોય તો એ મહિલાને આ બાબતે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દો અને તેની સાથે બધો જ વ્યવહાર બંધ કરી દો. બોલવા-ચાલવાનું બંધ કરો અને તેનાથી દૂર રહો.

  • મેં દસમા ધોરણની પરીક્ષા આપી છે. અમારા વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે મારી સારી મૈત્રી થઈ છે. અમે છાનામાના મળીએ છીએ તેનો ભાઈ અમને સાથે જોઈ ગયો હતો. તેણે તેના મમ્મી-પપ્પાને કહી દીધું હતું. હવે તેને તેઓ ઘરની બહાર એકલી મોકલતા નથી. તે ઘણી ઉદાસ લાગે છે. તેની આ દશા માટે હું મારી જાતને દોષ આપું છું. તેને મદદ કરવા મારે શું કરવું જોઈએ? એક યુવક (નડિયાદ) તેને મદદ કરવાની તમારી ઇચ્છા હોય તો તેનાથી દૂર રહો. તેના મમ્મી-પપ્પાએ આ યોગ્ય જ કર્યું છે. હમણા તમારા બન્ને ઉંમર ઘણી નાની છે. આ ઉંમરે નાદાનીમાં લેવાઈ ગયેલું પગલું પસ્તાવાનું કારણ બની શકે છે. આ ઉંમર ભણવાની છે. રોમાન્સ કરવાની નહીં. આથી હમણા આ બધી ચિંતા છોડી ભણી-ગણી સારી કારકિર્દી બનાવી પગભર થવાનો વિચાર કરો. તમે છોકરીઓ સાથે મૈત્રી જરૂર બાંધી શકો છો. પરંતુ આ બાબતે ગંભીર બનવાની જરૂર નથી તમે એ છોકરીથી દૂર રહેશો તો ધીરે ધીરે એના પરિવારજનો તેમનો જાપ્તો હળવો કરતા જશે.

  • હું ૨૦ વરસની છું. ૨૫ વર્ષના એક યુવક સાથે મારા વેવિશાળ થયા છે. અમારા લગ્નને હજુ બે વર્ષ છે. પરંતુ મારા મમ્મી-પપ્પા મને એને મળવા દેતા નથી. તેમજ ફોન પર વાતો પણ કરવા દેતા નથી. મારે શું કરવું એ સમજાતું નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી. એક યુવતી (ગુજરાત) અફકોર્સ તમારે એને મળવાની જરૂર છે. બન્ને મળશો તો તમારી વચ્ચે પરિચય વધશે અને એકબીજાની પસંદ-નાપસંદ વિશે જાણવા મળશે. જે ભવિષ્યમાં તમને ઘણી સહાયરૂપ બનશે. તમે આ વાત તમારા મમ્મી-પપ્પાને સમજાવો. અથવા તો તમારા ભાવિ પતિ સાથે વાત કરી તેમના માતા-પિતા દ્વારા તમારા મમ્મી-પપ્પાને સમજાવવાનો પ્રયાસ કરજો. બે વરસના ગાળામાં તમે એકબીજાને સારી રીતે સમજી શકશો. કોઈ ઉપાય શોધો. હવે જમાનો ઘણો બદલાઈ ગયો છે અને લગ્નપૂર્વે બન્ને મળે એ વાત હવે સામાન્ય બની ગઈ છે. તમારા મમ્મી-પપ્પાને તમારાથી સમજાવી શકાય હોય નહીં તો ઘરના કોઈ વડીલની મદદ લો.

9 views0 comments
Post: Blog2_Post
bottom of page