પોરબંદરમાં CHILDREN HOME FOR BOYS અંદાજે ૫ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ છે. જેનું કામકાજ માહિતી મળ્યા પ્રમાણે ૨૦20માં સોપી દીધેલ હતું છતાં આજ દિન સુધી શરુ કરવામાં આવેલ નથી. CHILDREN HOME FOR BOYS કાળજી અને રક્ષણ વાળા બાળકો, અનાથ બાળકો, જેમના વાલી આર્થીક રીતે સક્ષમ નાં હોય, મજબુરીથી ભીખ માંગતા બાળકો માટે બનાવવામાં આવેલ હોય અને પોરબંદર જીલ્લામાં બિલ્ડીંગ હોવા છતાં પોરબંદર જીલ્લાના બાળકોને જામનગર, જુનાગઢ શિફ્ટ કરવામાં આવે છે જેના હિસાબે CHILDREN HOME FOR BOYS રહેતા બાળકો તેમના માં બાપ કે વાલીને સમયાંતરે મળી સકતા નથી જેના હિસાબે બાળકોને સામાજિક તેમજ માનસિક નુકશાન જાય છે. CHILDREN HOME FOR BOYS જે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ છે અને માહિતી મળયા પ્રમાણે બીજી ઓકટોબરએ CHILDREN HOME FOR BOYSની શરૂઆત કરવાની હતી તે ઉદધાટનના હિસાબે શરુ થવાનું બાકી રહી ના જાય અને પોરબંદર જીલ્લાના બાળકો કે જેમને CHILDREN HOME FOR BOYSમાં રાખવાની જરૂર રહેતી હોય તે પોરબંદર બહારનાં મોકલવા પડે તો તાતકાલીક અને વહેલું શરુ કરી આપવા વિનંતી છે.
top of page
bottom of page
Comentários