પોરબંદરમાં માસ્ક વગર નિકળેલ યુવાને ૧૦૦૦ નો દડં ભર્યા બાદ પોલીસ અને પાલિકા કર્મીઓની પાછળ પડવાની સાથોસાથ હવે તેણે જીલ્લા સેવા સદન–૧માં પણ કચેરીની અંદર જઇને કર્મચારીઓ ઓનડયુટી માસ્ક વિહોણા હોવાનું શુટીંગ ઉતારી ફેસબુક ઉપર લાઇવ કર્યુ હતું.
પોરબંદરના સિધ્ધાર્થ બુધ્ધદેવ નામના યુવાનને ચારેક દિવસ પહેલા જયુબેલી ચાર રસ્તેથી માસ્ક વ્યવસ્થિત નહીં પહેરવા બદલ ૧૦૦૦ રૂપિયાનો દડં ફટકારાયા બાદ તેણે પોલીસ અને પાલિકા કર્મચારીઓ માસ્ક વિહોણા છે તેવાસોશ્યલ મીડીયામાં વિડીયો વાયરલ કરીને ઉચ્ચ કાર્યવાહીની માંગ કરતા એ તમામ સામે પોલીસે કાર્યવાહી કરી છે ત્યારબાદ એક કદમ આગળ વધીને જીલ્લા સેવા સદન–૧માં પણ આ યુવાન પહોંચી ગયો હતો અને તેણે જુદી–જુદી કચેરીઓમાં જઇને મોટાભાગના કર્મચારીઓ ઓન ડયુટી માસ્ક વગરના જોવા મળતા તેનું ફેસબુક ઉપર લાઇવ પ્રસારણ કરીને એવું જણાવ હતું કે, દુકાનદારો સહિત ધંધાર્થીઓને વેપાર–ધંધાના સ્થળે માસ્ક પહેરવા તત્રં જ દબાણ કરે છે અને કોરોનાનું સંક્રમણ અટકાવવા સલાહ આપવામાં આવે છે અને કાયદો બતાવવામાં આવે છે તો ખુદ કલેકટર કચેરીના સંકુલમાં જ કામ કરતા જુદા–જુદા અધિકારીઓ અને કર્મચારીઓ શા માટે માસ્ક પહેરતા નથી તેવો સવાલ ઉઠાવીને તેના ફોટો અને વિડીયો વાયરલ કરીને ફેસબુક ઉપર તેનું લાઇવ પ્રસારણ પણ કર્યુ હતું. કચેરીની અંદર જઇને શુટીંગ કરીને ફેસબુક ઉપર લાઇવ પ્રસારણ કરવાની આ ઘટનાએ અનેકવિધ ચર્ચાઓ જગાવી છે
Comments