top of page

ICU વોર્ડમાં ઓક્સીજન અને સેનિટાઈઝરે આગને વિકરાળ બનાવી, ફાયર સાધનો હતા પણ ચલાવતાં ન આવડ્યું એટલે...


આઈસીયુમાં ઓક્સિજન અને સેનેટાઈઝર જેવા અતિ જ્વલનશીલ પદાર્થો ઉપલબ્ધ હોય આગે ભયાનક સ્વપ પકડયું

  • બે કલાક સુધી રેસ્કયુ ઓપરેશન ચાલ્યું

  • સમગ્ર ઘટના અંગે તપાસનો આદેશ, અનેક સામે તોળાતા પગલાં

રાજકોટ શહેરના મવડી વિસ્તારના આનંદ બંગલા ચોક નજીક આવેલી ગોકુલ હોસ્પિટલ સંચાલિત ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ગત રાત્રે આઈસીયુમાં વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી અને તેમાં પાંચ લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. સમગ્ર ઘટનામાં એવી વિગતો બહાર આવી છે કે હોસ્પિટલ પાસે ફાયર એનઓસી પણ હતું, ફાયર ઈક્વિપમેન્ટસ (આગ બૂઝાવવાના સાધનો) પણ હતા પરંતુ હોસ્પિટલના સ્ટાફને ફાયર ઈક્વિપમેન્ટસ ચલાવતા ન આવડતા કોરોનાના પાંચ દર્દીઓનો ભોગ લેવાઈ ગયો હતો. અલબત મહાપાલિકા તંત્ર એવો દાવો કરી રહ્યું છે કે આ હોસ્પિટલના સ્ટાફને ફાયર ઈક્વિપમેન્ટસ ચલાવવાની તાલિમ પણ આપવામાં આવી હતી! બનાવ અંગે મુખ્યમંત્રીએ તપાસનો આદેશ કર્યો હોય, આગામી દિવસોમાં અનેક સામે શિક્ષાત્મક પગલાં તોળાઈ રહ્યા છે. વિશેષમાં રાજકોટ મહાપાલિકાના ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરએ ‘આજકાલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમને 12.45 કલાકે કનક રોડ ફાયર બ્રિગેડ સ્ટેશન ખાતે ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગ્યાનો કોલ મળ્યો હતો ત્યારબાદ મવડી ફાયર સ્ટેશન ખાતે ધવલભાઈ નામના એક વ્યક્તિ આગ લાગ્યાની જાણ કરવા માટે બ પણ આવ્યા હતા. દરમિયાન મવડીમાં આવેલી શિવાનંદ હોસ્પિટલથી મવડી ફાયર સ્ટેશન તદન નજીક હોય મવડી ફાયર સ્ટેશનથી ફાયર ફાઈટર રવાના કરવામાં આવ્યા હતા અને જાણ થયાથી પાંચ મિનિટમાં ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

હોસ્પિટલમાં આઈસીયુમાં રહેલા દર્દીઓ સહિત કુલ 33 લોકો હતા તે તમામને રેસ્કયુ કરવા ઓપરેશન હાથ ધરાયું હતું. આ દરમિયાનમાં પાંચ લોકો આગમાં ભડથુ થઈ ગયા હતા. આગ વિકરાળ બનવાનું કારણ એ પણ હતું કે આઈસીયુમાં આગ લાગી હતી, આઈસીયુમાં ઓક્સિજન તેમજ સેનેટાઈઝર સહિતના અત્યંત જ્વલનશીલ કેટેગરીના પદાર્થો રહેલા હોય તેના કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ હતી. ખાનગી કોવિડ હોસ્પિટલોને મંજુરી આપવાની પ્રક્રિયામાં ફાયર એનઓસી ફરજિયાત છે ખાસ કરીને અમદાવાદની હોસ્પિટલમાં આગ લાગ્યાની ઘટનામાં દર્દીઓના મોત થયા બાદ રાજકોટમાં કોઈપણ ખાનગી કોવિડ હોસ્પિટલને મંજુરી આપતા પૂર્વે ફાયર એનઓસી ફરજિયાત કરવામાં આવ્યા હતા. જો ફાયર એનઓસી હોય તો જ ખાનગી કોવિડ હોસ્પિટલને મંજુરી અપાય છે. ફાયર એનઓસી અપાયા બાદ હોસ્પિટલના સ્ટાફને તાલિમ પણ આપવામાં આવતી હોય છે પરંતુ આ તાલિમબધ્ધ સ્ટાફ હોસ્પિટલમાં સતત ઉપસ્થિત રહે તે જોવાની જવાબદારી હોસ્પિટલની હોય છે પરંતુ મોટાભાગની હોસ્પિટલોમાં સ્ટાફને ફકત કહેવા પુરતી તાલિમ અપાઈ હોય છે અને આગ લાગવાની ઘટના બને ત્યારે કયારેય આ તાલિમ કામ આવતી હોવાનું પુરવાર થયું નથી! ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં વિકરાળ આગ ભભૂકયાની ઘટના બન્યાનું માલુમ પડતા મેયર બીનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ, શાસક પક્ષના નેતા દલસુખ જાગાણી, વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયા સહિતના નેતાઓ સ્થળ પર દોડી ગયા હતા.

શિવાનંદ હોસ્પિટલમાં બનેલી આગનો ઘટનાનો ઘટનાક્રમ

  • 12.10 : આઇસીયુ વિભાગનાં મશીનમાં શોર્ટસર્કિટ થતા આગ ભભૂકી ઉઠી.

  • 12.13 : વોર્ડમાં બૂમાબૂમ થવા લાગી અને બાદમાં ધૂમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા નાસભાગ

  • 12.20 : ફાયરબ્રિગેડને આગ લાગવાની જાણ કરવા કોલ કરવામાં આવ્યો.

  • 12.25 : હોસ્પિટલના ફરજ પરના તબીબો સહિતના સ્ટાફ દ્વારા આગ બુઝાવવા નો પ્રયાસ બારીના કાચ તોડી દર્દીઓને બચાવવાનો પ્રયત્ન કરાયો.

  • 12.35 : ફાયરબ્રિગેડનો કાફલો દોડી ગયો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કરાયા.

  • 1.00 : આઇસીયું વોર્ડમાં ફંસાયેલા 11 પૈકી 3 દર્દીઓનાં મોત 8 લોકોને સલામત સ્થળે ખસેડાયા.

  • 1.15 : ગંભીર રીતે દાજી ગયેલા અન્ય 2 દર્દીઓના પણ મોત નિપજતાં મૃત્યુઆંક 5 થયો.

  • 1.30 : મ્યુ. કમિશ્નર તેમજ પોલીસ કમિશ્નર અને ડીસીપી સહિતનાં અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા.

  • 1.45 : જ્યાં આગ લાગી હતી તે આઇસીયુ વોર્ડ બળીને ખાખ થઈ ગયો અને આગ પર મહદઅંશે કાબૂ મેળવાયો હતો.

હોસ્પિટલ સ્ટાફને આગ બુઝાવવાની તાલીમ અપાઈ હતી: ચીફ ફાયર ઓફિસર

ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ ભભૂકતા આઈસીયુમાં રહેલા પાંચ કોરોના પેશન્ટ જીવતા ભૂંજાઈ ગયા છે ત્યારે આ સંદર્ભે ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરએ જણાવ્યું હતું કે, આ હોસ્પિટલના સ્ટાફને આગ બુઝાવવાની તાલિમ આપવામાં આવી હતી પરંતુ જયારે આગ લાગી ત્યારે હોસ્પિટલમાં ફાયર ઈક્વિપમેન્ટસ હોવા છતાં સ્ટાફ આગ બુઝાવી શકયો નહતો અને ફાયર બ્રિગેડ રેસ્કયુ ઓપરેશન હાથ ધરી આગ બુઝાવી હતી.

આઈસીયુના મોનિટરમાં શોટ-સર્કિટ થતા આગ ભભૂકયાનું પ્રાથમિક તારણ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના આઈસીયુમાં રહેતા મોનિટરમાં શોક-સર્કિટ થતાં આગ ભભૂકયાનું પ્રાથમિક તારણ ફાયર બ્રિગેડે કાઢયું છે. મોનિટરમાં શોક-સર્કિટ થયા બાદ ત્યાં આગળ ઓક્સિજન લાઈનમાંથી સતત ઓક્સિજન મળી રહેતા તેમજ સેનેટાઈઝર સહિતના જ્વલનશીલ પદાર્થો પણ હોય આગ વિકરાળ બની ગઈ હતી.

ઘોડા છૂટયા પછી તબેલાને તાળાં: હવે તમામ હોસ્પિટલોમાં ફાયર સેફટીનું ચેકિંગ રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ ભભૂકતા પાંચ દર્દીઓ જીવતા ભુંજાઈ ગયા બાદ આજે સવારથી હવે તમામ હોસ્પિટલોમાં વધુ એક વખત ફાયર સેફટીનું ચેકિંગ શ કરવામાં આવ્યું છે પરંતુ આ ચેકિંગ ઘોડા છુટી ગયા બાદ તબેલાને તાળા મારવા સમાન હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.

ઓક્સિજન-સેનેટાઈઝરના કારણે આગે વિકરાળ સ્વપ ધારણ કર્યું ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગએ જોતજોતામાં વિકરાળ સ્વપ ધારણ કર્યુ હતું તેની પાછળનું મુખ્ય કારણ ઓક્સિજનની ઉપલબ્ધિ હોવાનું ફાયર બ્રિગેડનો સ્ટાફ જણાવી રહ્યો છે. ઓક્સિજનના કારણે આગ સમગ્ર આઈસીયુમાં ખુબજ ઝડપભેર પ્રસરી ગઈ હતી. આ ઉપરાંત સેનેટાઈઝર પણ જ્વલનશીલ પદાર્થ હોય તેના કારણે આગને વેગ મળ્યો હતો.

ફાયર બ્રિગેડનું ઘોડું દશેરાએ જ ન દોડયું!? આગ લાગ્યા બાદ પહોંચવામાં વિલંબની ચચર્િ રાજકોટ મહાપાલિકાની ફાયર બ્રિગેડ શાખા આમ તો સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં નંબર-1 ગણાય છે પરંતુ ગઈકાલે ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગ બુઝાવવા પહોંચતી વેળાએ વિલંબ થયો હોવાની લોકચચર્િ છે. શું ફાયર બ્રિગેડનું ઘોડુ દશેરાએ જ ન દોડયું? ન દોડયું તો શા માટે ન દોડયું? ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલથી મવડી ફાયર સ્ટેશન ફકત 500 મીટરના અંતરે આવેલું છે છતાં કનક રોડ ફાયર સ્ટેશનને જાણ થઈ ત્યારબાદ મવડી ફાયર સ્ટેશનને જાણ કરાઈ અને ટીમ પહોંચી આવું કેમ બન્યું? તે સવાલ અનુઉત્તર રહ્યો છે.

હોસ્પિટલના કર્મચારીએ સાત દર્દીઓને ખભે બેસાડી અગાસી ઉપર પહોંચાડ્યા રાજકોટ માં આનંદ બંગલા ચોક નજીક આવેલ ઉદય આનંદ હોસ્પિટલ માં મોડી રાત્રે લાગેલી આગમાં પાંચ દર્દીઓના મોત થયા છે આ ઘટનાથી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ દર્દીઓમાં નાસભાગ મચી ગઇ હતી હોસ્પિટલમાં 11 દર્દીઓ આઈસીયુમાં દાખલ હતા જ્યાં આગ લાગી હતી આગ લાગ્યાની જાણ થતા હોસ્પિટલના તબીબો અને ફરજ પરના કર્મચારીઓ તાત્કાલિક આગ જવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.હોસ્પિટલમાં ફરજ બજાવતા અજય વાઘેલા નામના કર્મચારીએ બહાદુરીનું કામ કર્યું હતું. શિવાનંદ હોસ્પિટલ ના ગ્રાઉન્ડ ફલોર અને પહેલા માળે આગ લાગતા તેણે જીવના જોખમે કોવિડના સાત દર્દીઓને વારાફરતી ખભા પર ઉંચકી અગાસી પર પહોંચાડ્યા હતા. ફરજ પરના કેટલાક તબીબો અને સ્ટાફે વોર્ડમાં દોડી જઈને તેના હાથથી જ આણ બુઝાવવાનો પ્રયાસ કર્યો અને અમુક દર્દીઓને ઉચકીને બહાર ખસેડયા હતા.

સપ્ટેમ્બરમાં હોસ્પિટલની મંજૂરી મળી હતી : ડો. તેજસ કરમટા

ઉદય શિવાનદં કોવિડ હોસ્પિટલના તબીબ ડો. તેજસ કરમટાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગત સપ્ટેમ્બર માસમાં અમારી હોસ્પિટલને કોવિડ કેર શ કરવાની પરવાનગી મળી હતી. અમારી હોસ્પિટલ પાસે ફાયર એનોસી સહિતના તમામ દસ્તાવેજી પુરાવાઓ છે. સમગ્ર આગજનીની જે ઘટના છે તે સીસીટીવીમાં કેદ થવા પામી છે. શોર્ટ સર્કિટ થવાના કારણે આગજનીનો બનાવ બનવા પામ્યો છે.

બે દિવસમાં તબિયત સા૨ી થઈ જશે એટેલે વેન્ટીલેટ૨ પ૨થી લઈ લેશું પ૨ંતુ સવા૨ે બનાવ બન્યાનો ફોન આવ્યો: ૨શ્મિન અગ્રાવત બે દિવસમાં તબિયત સા૨ી થઈ જશે તો વેન્ટીલેટ૨ પ૨થી લઈ લેશું તેમ ગોંડલના કૈલાશબાગમાં ૨હેતાં ૨સીકભાઈ શાંતિલાલ અગ્રાવત (બાવાજી) (ઉ.વ.૬૮)ના મોટા પુત્ર ૨શ્મીનભાઈને હોસ્પિટલના તબિબે ગઈકાલે બ વાતચિતમાં જણાવ્યું હતું અને સવા૨ે ખબ૨ પડી કે પીતા હયાત નથી. ગોઝા૨ી ઘટનામાં ગંભી૨ ૨ીતે દાઝેલા મૃતક કોણ છે તે સવા૨ સુધી જાણી શકાયું ન હતું અંતે ગોંડલના કૈલાશબાગમાં ૨હેતાં ૨સિકભાઈ શાંતિલાલ અગ્રાવત હોવાની જાણ થતાં તેમના પ૨િવાજનોને પોલીસ દ્રા૨ા ફોન ક૨વામાં આવ્યો હતો. આ અંગે તેમના મોટા પુત્ર ૨શ્મિનભાઈ સાથેની વાતચિતમાં કહયું હતું કે, પિતા કો૨ોના પોઝીટીવ હોવાથી ગત તા.૧૮ના અહીં દાખલ ક૨વામાં આવ્યાં હતાં અને તેમને વેન્ટીલેટ૨ પ૨ ૨ાખવામાં આવ્યાં હતાં ગઈકાલે અમે બ હોસ્પિટલ ખાતે ડોકટ૨ને મળ્યાં હતાં ત્યા૨ે ડોકટ૨ને જણાવ્યું હતું કે, હવે દાદાની સ્થિતિ સા૨ી છે. બે દિવસમાં વેન્ટી પ૨થી નોર્મલ વોર્ડમાં લઈ લેશું. અમે અત્યા૨ સુધીમાં સાડા ત્રણ લાખ પીયા હોસ્પિટલમાં ભર્યા હતાં. જેમાં દ૨૨ોજના ૨૨૦૦૦ આઈસીયુ, ૭૦૦૦ તબિબની વિઝીટના, આ સિવાય કીટ, પ્લાઝમાં સહિતના પૈસા વસુલવામાં આવ્યાં હતાં. પૈસા તો ઠીક પ૨ંતુ અમને જાણ પણ છેક સવા૨ે થઈ છે. મૃતક ગોંડલ ખાદીગ્રામ ઉધોગમાં નોક૨ી ક૨તાં હતાં અને હાલ નિવૃત જીવન ગાળતાં હતાં. તેઓ છ ભાઈ અને બે બહેનમાં વચેટ હતાં. સંતાનમાં બે પુત્ર છે.

કાયદો કાયદાનું કામ કરશે, રિપોર્ટ બાદ ગુનો નોંધાશે: પોલીસ કમિશનર

રાજકોટના મવડી પ્લોટ માં આવેલ કોવિડ ઉદય શિવાનંદ હોસ્પિટલના આઈસીયુમાં લાગેલી આગમાં 6 દર્દીઓના મોત થયા છે જ્યારે આ મામલે ગંભીર બેદરકારી હોવાનું આક્ષેપ થઈ રહ્યો છે ઘટનાની જાણ થતાં મોડીરાત્રે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. આગની ઘટના આ અંગે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે હાલ આ ઘટનામાં ગાંધીનગર ની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશ સહિતના અધિકારીઓ રાજકોટ આવી પહોંચ્યા છે અને તેઓ તપાસ કરી રહ્યા છે આ તપાસ સમિતિ અને પોલીસ દ્વારા તમામ માહિતીઓ પૂરી પાડવામાં આવશે અને આ તપાસ સમિતિના રિપોર્ટ બાદ ગુનો નોંધવામાં આવશે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે કાયદો કાયદાનું કામ કરશે અને જવાબદાર વિરુદ્ધ ગુનો ચોક્કસ નોંધવામાં આવશે જ પરંતુ તપાસ સમિતિના રિપોર્ટના આધારે કોની જવાબદારી છે તે નક્કી થયા બાદ ગુનો નોંધાશે વધુમાં તેમણે જણાવ્યું કે આ આગની ઘટનામાં એફ એલ નો અભિપ્રાય પણ લેવામાં આવ્યો છે મોડીરાત્રે એફએસએલને જાણ કરવામાં આવતા એફએસએલના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તેમણે આગ લાગવાના પ્રાથમિક અહેવાલ ને તપાસ સમિતિને આપ્યું છે તપાસ સમિતિ હવે ઊંડાણપૂર્વક અભ્યાસ કયર્િ બાદ આ આગ લાગવા પાછળ નું કારણ અને જવાબદારીઓ અંગે ની માહિતી જાહેર કયર્િ બાદ પોલીસ આગળની કાર્યવાહી કરશે.

Recent Posts

See All

સિંગતેલ ભરેલું કન્ટેનર પલ્ટી જતા લોકો દ્વારા તેલની લૂંટાલૂંટ

રાજુલા - સાવરકુંડલા રોડ પર આગરીયા ગામ પાસે હાથ લાગ્યા તે વાસણો લઈ તેલ લેવા માટે લોકોએ ધસારો કરતા અફડાતફડી ખાંભા, તા. 28 ડિસેમ્બર 2020, સોમવાર રાજુલા - સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આજે વહેલી સવારે આગરીયા

Post: Blog2_Post
bottom of page