સોમનાથ ટ્રસ્ટના ચેરમન અને ભાજપના વરિષ્ઠ નેતા એવા કેશુભાઈના નિધનથી સમગ્ર રાજકીય પક્ષોમાં શોકનો માહોલ છવાયો હતો. કેશુભાઈનું નિધન થતા એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. તેમજ આજના તમામ કાર્યકમો રદ થવાની CM એ જાણ કરતા શોક વ્યક્ત કર્યો હતો. જયારે સોમનાથની બજારો સંપૂર્ણ પાને બંધ રહી હતી. કેશુભાઈની આજે સાંજે ૫ વાગ્યે ગાંધીનગરમાં રાજકીય સન્માન સાથે અંતિમ વિધિ કરવામાં આવશે.
કેશુભાઈને શ્રદ્ધાંજલી આપતા સ્મૃતિ ઈરાનીએ લખ્યું હતું કે ‘ગુજરાતના અગ્રણી નેતા શ્રી કેશુભાઈ પટેલના અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે. કેશુભાઈ એ પોતાનું સંપૂર્ણ જીવન ગુજરાત અને ગુજરાતીઓના ઉત્કર્ષ માટે ખપાવી દીધું હતું. તેમનું નિધન ગુજરાત ભાજપના દરેક કાર્યકર્તા માટે અપૂરણીય ક્ષતિ છે. ભગવાન દિવંગત આત્માને શાંતિ અર્પે. ॐ શાંતિ’
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે આજે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. રાજ્યના કદ્દાવાર નેતાઓમાંથી એક એવા કેશુભાઈ પટેલના નિધનથી રાજકીય ક્ષેત્રમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. કેશુભાઈ પટેલના નિધન પર કેન્દ્રીય મંત્રીઓથી લઈ રાજ્યના મુખ્યમંત્રીથી લઈ દરેક રાજકીય પક્ષના નેતાઓએ શોકની લાગણી વ્યક્ત કરી હતી.
Shri Keshubhai Patel will always be remembered for his unwavering commitment to serve the people. Former Chief Minister of Gujarat, Keshu Bhai was a political stalwart who played a significant role in strengthening the BJP in the state. Deeply pained by his demise today. — Rajnath Singh (@rajnathsingh) October 29, 2020
गुजरात के पूर्व मुख्यमंत्री केशुभाई पटेल जी को मेरी भावभीनी श्रद्धांजलि। गुजरात की प्रगति में और प्रदेश में भाजपा संगठन को मजबूत करने में केशुभाई का योगदान हमेशा याद रखा जायेगा। ईश्वर दिवंगत आत्मा को शांति प्रदान करें। ॐ शांति — Nitin Gadkari (@nitin_gadkari) October 29, 2020
गुजरात की राजनीति में महत्वपूर्ण ज़िम्मेदारी निभाने वाले, प्रदेश के पूर्व मुख्यमंत्री, किसान नेता श्री केशुभाई पटेल का निधन मुझे दुखी कर रहा हैं। भगवान उनकी आत्मा को शांति दें एवं परिवार को इस दुःख की घड़ी में हिम्मत दें। केशुबापा ने मुझे सामाजिक मज़बूती देने में अहम रोल निभाया। — Hardik Patel (@HardikPatel_) October 29, 2020
Comments