top of page
Writer's pictureab2 news

કસ્તુરબા શૈક્ષણિક સંકુલ : જુબેલી પોરબંદર અને ગુજરાત યોગબોર્ડ દ્વારા સંચાલિત યોગ વર્ગનાં સંયુક્ત ઉપક

પોરબંદરતા.૨૩, કોરોના મહામારીના સમયમાં પોતાના સ્વાસ્થ્યની જાળવણી માટે લોકોમાં જાગૃતિ અવે એ હેતુથી કસ્તુરબા શૈક્ષણિક સંકુલ જુબેલી પોરબંદર અને ગુજરાત યોગ બોર્ડ દ્વારા સંચાલિત યોગ વર્ગનાં સંયુક્ત ઉપક્રમે “નેચરથેરાપી“ સેમીનાર યોજાયો હતો. જેમાં વક્તા જીગ્નેશભાઈ છેલાવડાએ જણાવ્યું કે યોગ,પ્રાણાયામ અને ધ્યાનની સાથે જો આહારવિહાર પર પણ નિયંત્રણ રાખવામાં અવે તો સંપૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકાય અને ગમે તેવા હઠીલા રોગોનું પણ નિવારણ થઇ શકે છે. આ સેમીનારમાં જીવાભાઈ ખુંટીએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કાર્યો અને હેતુ અંગે માહિતી આપી હતી. જીગ્નેશભાઈ છેલાવડા, યોગ કોચ જીવાભાઈ ખુંટી તથા યોગ ટ્રેનર વર્ષાબેન ગોસ્વામી અને દીપકભાઈનું આ તકે સન્માન કરાયુ હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય સાધનાબેન મોઢા, ટ્રસ્ટી અનિલભાઈ બાપોદ્રા, સંચાલિકા કીર્તિદાબેન બાપોદરા તથા યોગટ્રેનર વર્ષાબેન ગોસ્વામી એ સરાહનીય કામગીરી કરી હતી. શાળાના ટ્રસ્ટી અનિલભાઈ બપોદારાએ જણાવ્યું કે લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે ભવિષ્યમાં પણ આવા સેમીનાર શિબિર જેવા આયોજનો યોજાય તે માટે સહયોગ આપવાની પણ તૈયારી બતાવી હતી.

1 view0 comments

Comments


Post: Blog2_Post
bottom of page