દેવભૂમિ દ્વારકાના જામખંભાળીયામાં યુવકનું અપહરણ કરી, નિર્વસ્ત્ર કરી, ગામમાં સરઘસ કાઢી અને પોલીસ સ્ટેશન સુધી મુકી આવવાના બનેલા સનસનાટીજનક બનાવથી ગુજરાતમાં દેકારો બોલી ગયો છે અને ગુંડા તત્વો તથા માફીયાઓ કેટલી હદે બેફામ બન્યા છે તેનો જીવતો જાગતો દાખલો સામે આવ્યો છે, ખંભાળીયા પોલીસ નિર્બળ સાબિત થઇ છે, તાત્કાલીક અસરથી રેન્જ આઇજી ખંભાળીયા દોડી આવ્યા હતા અને આ સમગ્ર પ્રકરણની ચોંકાવતી વિગતો પણ સામે આવી છે, આઘાતજનક બાબત એ છે કે અપરાધીઓ યુવકને નિર્વસ્ત્ર કરીને પોલીસ સ્ટેશન સુધી મુકી ગયા ત્યાં સુધી આ ખાખીધારીઓ તમાશો જોતા રહયા અને તેના પડઘા ગુજરાતના ગૃહ વિભાગ સુધી પડયા છે, રાજયભરમાં આ ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે, માફીયાગીરીનો ગ્રાફ કેટલો ઉંચો ગયો છે તેની પણ સચ્ચાઇ સામે આવી છે.
ખંભાળીયામાં ગઇકાલે એક યુવાનનું અપહરણ કરી નગ્ન હાલતમાં ભરબજારમાં ફેરવીને બે શખ્સો પોલીસ સ્ટેશને મુકી આવ્યા હતા, દરમ્યાનમાં પોલીસે બંને આરોપીને પકડી લીધા હતા અને ત્યારબાદ વધુ ૩ શખ્સોની સંડોવણી ખુલતા પકડી લેવાયા હતા, સાંજે તમામ આરોપીનું પોલીસે સરઘસ કાઢયું હતું, આ બનાવના ઘેરા પડઘા પડતા રાજકોટથી રેન્જ આઇજી તાબડતોબ ખંભાળીયા દોડી આવ્યા હતા, આ બનાવ સબબ વિધિવત ફરીયાદ કરવામાં આવી છે, ભારે ચકચારી પ્રકરણ બહાર આવ્યા બાદ મોડેથી દ્વારકા જીલ્લાનો ચાર્જ ગાંધીનગર આઇબીના એસપીને સુપરત કરવામાં આવ્યો છે, બીજી બાજુ નગ્નકાંડની તપાસ એલસીબીને સોંપવામાં આવતા આ પ્રકરણમાં વધુ ઘટસ્ફોડ થવાની ચર્ચાઓ થઇ રહી છે.
ખંભાળિયા શહેર સો દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં અતિ ચર્ચાસ્પદ બનેલા આ પ્રકરણની પોલીસ દફતરે જાહેર યેલી વિગત મુજબ ખંભાળિયામાં ધરારનગર વિસ્તારમાં ગોવિંદ તળાવ ખાતે રહેતા ચંદુ અરજણભાઈ રાણશીભાઈ રૂડાચ નામના ૩૮ વર્ષીય ગઢવી યુવાન અવાર નવાર ચારણનો ચોરો માધ્યમી ફેસબુક મારફતે અસામાજિક તત્વો તા પોલીસ સામે આક્ષેપ સહિતના લાઈવ વીડિયો શેર કરે છે.
ચંદુ અરજણ રૂડાચ દ્વારા તાજેતરમાં એક ક્રિકેટના સટ્ટા બાબતે એલસીબી પોલીસની કાર્યવાહી સહિતનો વિડિયો ફેસબુક લાઈવમાં મૂકવામાં આવ્યો હતો. જેમાં અહીંના કેટલાક શખ્સો સામે પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. આટલું જ નહીં ગતરાત્રે પણ તેના દ્વારા એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો હતો. આ વિડીયો અંગેનું મનદુ:ખ રાખી અને ખંભાળિયામાં રહેતા ભારા જોધાભાઈ ભોજાણી, કિરીટ જોધાભાઈ ભોજાણી, પ્રતાપ જોધાભાઈ ભોજાણી, કાના જોધાભાઈ ભોજાણી તા માણસીભાઈ ભોજાણી પાંચ શખ્સોએ ગઈકાલે સવારે ગુનાહિત કાવતં રચી અને ફરિયાદી ચંદુ રૂડાચને આશરે સાડા દસ વાગ્યે પોતાની કાળા કલરની ક્રેટા કારમાં અત્રે બેઠક રોડ પરી અપહરણ કરીને લઈ ગયા હતા. આ શખ્સોએ ચંદુ રૂડાચને ઢોર મારમારી અને અહીંના જુદા જુદા વિસ્તારોમાં નિર્વ કરીને ફેરવ્યો હતો.
Comments