top of page

પૂછતા હૈં ભારત ! પૈસા આપીને TRP ખરીદે છે રિપબ્લિક ટીવીઃ મુંબઇ પોલીસે કર્યો ખુલાસો


બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપુત કેસમાં મુંબઇ પોલીસ કમિશનર પરમવીર સિંહએ મોટું નિવેદન આપ્યું છે, પોલીસ કમિશનરએ સનસનાટી મચાવતો દાવો કરતા બનાવટી TRP નો કૌંભાડ ખુલ્લું પાડ્યું છે, તેમણે કહ્યું ફોલ્સ TRP રેકેટ ચાલી રહ્યું હતું.

એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગુરૂવારે પોલીસ કમિશનરે કહ્યું કે મુંબઇ પોલીસને ત્રણ ચેનલો અંગે જાણવા મળ્યું છે, જ્યાં ટીઆરપી રેકેટ દ્વારા પૈસા આપીને ટીઆરપીને મેન્યુપુલેટ કરવામાં આવે છે, તેમાં એક રિપબ્લિક ચેનલ છે, જ્યારે બીજી છે ફખત મરાઠી અને બોક્સ સિનેમા, આ બંને નાની ચેનલ છે, આ ચેનલોનાં માલિકોની અટકાયત કરવામાં આવી છે. આ ચેનલ પૈસા આપીને લોકોનાં ઘરોમાં ચલાવવામાં આવતી હતી. ટીઆરપીનાં એક કૌભાંડ સંદર્ભે 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે, તેની માહિતી સુચના અને પ્રસારણ મંત્રાલય અને ભારત સરકારએ રિપબ્લિક ચેનલને આપી છે. પરમવીર સિંહે કહ્યું કે પોલીસ વિરૂધ્ધ પ્રોપેગેન્ડા ચલાવવામાં આવી રહ્યો હતો, અને બનાવટી ટીઆરપી રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું, પૈસા આપીને આ બનાવટી ટીઆરપી કરાવવામાં આવતો હતો, પોલીસ વિરૂધ્ધ ઘણા પ્રકારનો એજન્ડા ચલાવવામાં આવી રહ્યો હતો. મુંબઇ પોલીસે દાવો કર્યો કે તેમને એવી સુચના મળી હતી કે પોલીસ વિરૂધ્ધ બનાવટી પ્રોપગેન્ડા ચલાવવામાં આવી રહ્યો છે, ત્યાંર બાદ બનાવટી ટીઆરપીને લઇને મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે એક નવા રેકેટને ઉઘાડું બાડ્યું છે.

પોલીસ કમિશનરે કહ્યું કે તે ગુનો છે, અને તેને રોકવા માટે તપાસ કરી રહ્યા છે, તેમણે કહ્યું કે તેના માટે ફોરેન્સિંક નિષ્ણાતની મદદ લેવામાં આવી રહી છે, અને આરોપી પકડાઇ ગયા છે, તેના આધારે  આગળની કાર્યવાહી કરવામાં આવશે.

પરમવીર સિંહે કહ્યું કે બે નાના ચેનલ ફખ્ત મરાઠી અને બોક્સ સિનેમાનાં માલિકને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે, બ્રીચ ઓફ ટ્રસ્ટ અને છેંતરપિંડીનો  કેસ નોંધવામાં આવ્યો છે, પોલીસ કમિશનરે કહ્યું કે રિપબ્લિક ટીવીમાં  કામ કરનારા લોકો, પ્રમોટર અને ડાયરેક્ટર વિરૂધ્ધ પણ તપાસ ચાલી રહી છે, તેમણે કહ્યું કે આગળની  તપાસ ચાલી રહી છે, અને જે લોકોએ જાહેરાતો આપી છે, તેમની પણ પુછપરછ કરવામાં આવશે, કે તેમના પર કોઇ દબાણ તો નહોતું ને?

Commenti


Post: Blog2_Post
  • Facebook
  • Twitter
  • Instagram

©2020 by કેશુભાઈ પટેલ. Proudly created with Wix.com

bottom of page