પોરબંદર તા.૨૬, ૨૬મી નવેમ્બરના રોજ દેશમા બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. લોકતંત્ર લોકશાહીમાં બંધારણ જ સર્વોપરી છે. બંધારણની મહત્તાને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશભરમાં ૨૬મી નવેમ્બર બંધારણ દિવસ તરીકે ઉજવીને પ્રસ્થાપિત કરી છે. રાજ્યમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી પણ આ ઉજવણીમાં સહભાગી થયા હતા.
દરેક જિલ્લાઓની જેમ પોરંદર જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ પણ આ ઉજવણીમાં સહભાગી થયા હતા. પોરબંદરના કલેકટર શ્રી ડી.એન. મોદીના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં બંધારણના આમુખનુ સમુહ પઠન કરવામાં આવ્યુ હતુ. જેમા અધિક કલેકટર શ્રી રાજેશ તન્ના, નાયબ કલેકટર શ્રી કે.વી. બાટી, શ્રી વિવેક ટાંક, તેમજ મામલતદારશ્રીઓ અને અધિકારીઓ સહભાગી થયા હતા. આ ઉપરાંત જિલ્લાની અન્ય કચેરીઓમાં પણ બંધારણ આમુખનુ સમુહ પઠન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે નાગરીકોને પણ શુભકામના પાઠવવામાં આવી હતી.
Comments