પોરબંદર પોલીસ દ્વારા ફલેગ ડે નિમિતે તા. ર1 થી 31 ઓકટોબર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.જે અંતર્ગત પોરબંદર પોલીસ અધિક્ષક રવી મોહન સૈની તથા નાયબ પોલીસ અધિક્ષક જે.સી. કોઠીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ર1 ઓકટોબર ના રોજ પોલીસ પરિવાર દ્વારા શહીદ દિવસ નિમિતે શહીદોને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. ફલેગ ડે અંતર્ગત પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન પાસે તા. ર1 થી 31 સુધી એક કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં કમલાબાગ પોલીસ સ્ટેશન પાસે પોરબંદર પોલીસ વિભાગના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા દ્રશ્ય શ્રાવ્યના માધ્યમથી પોલીસ બહાદુરીના વિડીયો નાગરીકોને બતાવવામાં આવે છે અને પોલીસની વિવિધ કામગીરી અંગે લોકોને માહિતગાર કરાઇ રહ્યા છે. આ ઉપરાંત કોરોનાની મહામારી ન ફેલાઇ તે હેતુથી નાગરીકોને સોશ્યલ ડીસ્ટન્સ જાળવવાની સલાહ અને પોલીસ વિભાગ દ્વારા માસ્ક વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
top of page
bottom of page
Comments