પોરબંદરમાં બંદર ફેઇઝ-ર બનાવવા સાંસદ-ધારાસભ્યએ સ્થળ નિરીક્ષણ કર્યુ હતું તેમની સાથે ખારવા સમાજના આગેવાનો પણ જોડાયા હતા. પોરબંદરના માછીમારો માટે ફેઇઝ-ર બનાવવાની રજુઆતો કરવામાં આવેલ હતી તે બાબતને ધ્યાનમાં લઇ પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક, પોરબંદર શહેરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા તેમજ ખારવા સમાજના પ્રમુખ પ્રેમજીભાઇ ખુદાઇ, બોટ એશો.ના પ્રમુખ નરશીભાઇ જુંગી, ભાજપ શહેર પ્રમુખ પંકજભાઇ મજીઠીયા, સરજુભાઇ કારીયા, વિક્રમભાઇ ઓડેદરા, તેમજ ભાજપના કાર્યકરો અને તેમની સાથે ખારવા સમાજના પંચપટેલ/ટ્રસ્ટીઓ, બોટ એશો.ના કમીટી મેમ્બરો અને પોરબંદરના માછીમાર ભાઇઓ અને બોટ માલીકો પણ સાથે રહ્યા હતા અને ફેઇઝ-રનું કામ વહેલી તકે ચાલુ થાય તેવી બોટ માલીકોએ રજુઆત કરેલ હતી. તેમાં પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક અને પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ માછીમાર ભાઇઓને જુના બંદર ને લગતી જગ્યા, લકડીબંદર બાપાસીતારામ માપલાવાળી વિસ્તારમાં ફેઇઝ-ર બનાવવાની જગ્યા ઉપર બ નિરીક્ષણ કરી ખાત્રી આપેલ હતી. અને ફેઇઝ-રનું કામ સરકારમાંથી વહેલીતકે થાય તેમના માટે પુરતા પ્રયાસ કરવામાં આવશે અને છેલ્લા ઘણા વર્ષોથી બોટ માલિકોની ફેઇઝ-રની માંગણીનો અંત આવશે અને બોટ માલીકોને ફેઇઝ-ર વહેલીતકે મળી જાય તેવી ખાત્રી આપેલ હતી.
top of page
bottom of page
Comments