જયપુરમાં તાજેતરમાં જ ક્રિકેટ સટ્ટાકાંડમાં નામ ઉછળ્યા બાદ નામચિન બુકી રાકેશ રાજદેવ સહિતની ટોળકી સામે અમદાવાદમાં કેમિકલના વેપારીએ 3.55 કરોડની ઠગાઇ કયર્નિી તેમજ દોઢ કરોડની કાર પડાવ્યાની ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. આઇસીઆઇસીઆઇ બેન્કના એકાઉન્ટમાંથી ગોલ્ડ ખરીદવા આરટીજીએસથી યુનિવર્સલ મેટકોમ કંપ્નીના એચડીએફસી બેન્ક એકાઉન્ટમાંથી પિયા 3.55 કરોડ ટ્રાન્સફર કરી લીધા બાદ 307 કિલો ગોલ્ડ નહીં આપ્યાનો તેમજ ટોળકીના અન્ય શખસોએ તેની દોઢ કરોડની કાર પડાવી લીધાની ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મીઠાખળી વિસ્તારમાં કલ્યાણ સોસાયટીમાં રહેતા કેમિકલના વેપારી સેવલભાઇ સુનિલભાઇ પરીખ નામના વેપારીએ ગઇકાલે અમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે નામચિન બુકી રાકેશ પ્રતાપ રાજદેવ રહે.રાજકોટ, ગુંદાવાડી મથુર ચોક મેઇન રોડ (2) મિતુલ ઉર્ફે મીત રમેશ જેઠવા રહે.અમવાદ સેટેલાઇટ જોધપુર ગામ, મીરાકુંવર સોસાયટી (3) વિજય ગોબર તંતી રહે.રાજકોટ, 40 ફુટ રોડ, શ્રધ્ધા કિંગ્લ લેન્ડ પાર્ક (4) ફાક યાકુબ દલવાણી રહે.રાજકોટ, જામનગર રોડ, મોચીનગર (5) અભિષેક ઉર્ફે કાનો હસમુખ અઢીયા રહે.રાજકોટ રૈયા રોડ, સોજીત્રાનગર મેઇન રોડ અને મુન્ના નામના શખસનું નામ આપ્યું હતું. ફરિયાદમાં જણાવ્યું હતું કે, એસજી હાઇવે પર મોડીયલ હાઇટસમાં કોમેટ એન્ટરપ્રાઇઝના નામે કેમિકલનો ધંધો કરતા અને અગાઉ 3 વર્ષ પહેલા દુબાઇમાં રાકેશ રાજદેવ સાથે મુલાકાત થઇ હતી. તે દરમિયાન રાકેશે તેને ગોલ્ડમાં ટ્રેકીંગ કરવું હોય તેના માટે રાજકોટમાં વેપાર કરતો હોય સસ્તામાં સોનું અપાવી દેવાની લાલચ આપી હતી.
દરમિયાન અવારનવાર રાકેશ રાજદેવ તેની ઓફિસે આવતો હોય તથા તેનો ભાગીદાર મીત જેઠવા પણ આવતો હોય તે દરમિયાન વોટ્સએપ પર રાકેશ રાજદેવએ 5 કરોડનું ગોલ્ડનું રોકાણ કરવાનું જણાવ્યું હતું જે સેવલે ગોલ્ડની ખરીદી પેટે આરટીજીએસથી રાકેશ રાજદેવની મેટકોમ યુનિર્વસલ કંપ્નીના એકાઉન્ટમાં ગઇ તા.14-1 તેમજ 23-1 દરમિયાન 3.55 કરોડ ટ્રાન્સફર કયર્િ હતાં. ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં સેવલને મેટકોમ યુનિવર્સલમાંથી મેલ આવ્યો હતો જેમાં ગોલ્ડ અને સિલ્વર ખરીદીના બીલ હતાં જેથી સેવલે મીતને ફોન કરીને જણાવ્યું હતું કે મેં ગોલ્ડ ખરીદયું છે તો તેને ડીલેવરી આપો જેથી ઉશકેરાયેલા મિત જેઠવાએ સેવલને ગોલ્ડ પણ નહીં મળે અને પૈસા પણ નહીં મળે તેમ કહી તેને તથા તેના પરિવારને પતાવી દેવાની ધમકી આપી હતી. જે અંગે રાકેશ રાજદેવને વાત કરતા તેણે ઓફિસે આવી તમારો હિસાબ પતાવી દઇશ તેમ કહયું હતું.
દરમિયાન પોલીસમાં લેખીતમાં ફરિયાદ આપતા સેવલની ઓફિસે ફાક યાકુબ દલવાણી, અભિષેક ઉર્ફે કાનો હસમુખઅઢીયા, હિરેન દિલીપ પુજારા, રાકેશ રાજદેવ તથા અન્ય એક અજાણ્યો શખસ સેવલની ઓફિસે આવી હિસાબ પતી જશે તું ફરિયાદ ન કરતો જેથી સેવલે તેની કાર અંગે જણાવતા રાકેશ બધાને ઓફિસ બહાર લઇ ગયા બાદ ફાકે ઓફિસમાં આવી તું મને ઓળખતો નથી રાકેશભાઇ અને અમે બધા માથાભારે માણસો છીએ તેમ કહી કારનું ફોર્મ અને ટીટીઓ ચલણ રાખી સહી કરવા માટે ધમકી આપી હોવાનો ઉલ્લેખ કરતાં ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદના આધારે નામચિન બુકી રાકેશ રાજદેવ સહિત છ શખસો સામે ગુનો નોંધી તેમને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
Comments