top of page

રાણાવાવ ખાતે નશાબંધી સપ્તાહ અંતર્ગત મહિલા સંમેલન યોજાયુ

પોરબંદર તા.૬, નશાબંધી સપ્તાહ-૨૦૨૦ અંતર્ગત પોરબંદર નશાબંધી અને આબકારીની કચેરી દ્રારા બરડાઇ બહ્મ સમાજની વંડી, સાંઇનાથ ચેરીટેબલ ટ્રસ્ટ રાણાવાવ ખાતે મહિલા સંમેલન યોજાયુ હતું. જેમા નશાબંધી વિષયક વકતૃત્વ સ્પર્ધા, નશાબંધી પ્રચાર પ્રદર્શન, નશાબંધી સાહિત્ય વિતરણ અને વ્યસનમૂક્તિના શપથનો કાર્યક્રમ તેમજ કોવિડ-૧૯ વાયરસની મહામારીને ધ્યાનમાં રાખી માસ્ક વિતરણ અને સરકારશ્રીની ગાઇડલાઇનનું પાલન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં જુવેનાઇલ જસ્ટીસ બોર્ડના સભ્ય મિનલબેન બલભદ્ર, નશાબંધી અમલીકરણ સમિતિના સભ્ય નિમિષાબેન જોષી, નશાબંધી ખાતાના અધિક્ષક પી.આર.ગોહિલ સહિત ઉપસ્થિત રહ્યા હતા.

コメント


Post: Blog2_Post
  • Facebook
  • Twitter
  • Instagram

©2020 by કેશુભાઈ પટેલ. Proudly created with Wix.com

bottom of page