top of page

નથી થઈ રહ્યાં લગ્ન? વારંવાર થઈ રહ્યું છે બ્રેકઅપ ? તો અપનાવો આ ઉપાય

  • Writer: ab2 news
    ab2 news
  • Oct 28, 2020
  • 1 min read

ઘણીવખત છોકરા કે છોકરીની લગ્નની ઉમર થઈ ગઈ હોવા છતાં તેના લગ્ન થતા નથી અથવા વારંવાર બ્રેકઅપ થાય છે કે સંબંધ તૂટી જતા હોય છે આવા સંજોગોમાં શું કરવું એ કશું સુજતું જ નથી. કયારેક તો લોકો આ બબાતથી એટલા પરેશાન થઈ જાય છે કે તેઓ ડીપ્રેશનનો શિકાર બની જતા હોય છે. પરંતુ કહેવાય છે કે ડૂબતાને તણખલાનો સહારો તારી શકે છે એમ વાસ્તુશાસ્ત્રમાં પણ એવા કેટલાક ઉપાયો છે જે કરવાથી તમને તમારો મનપસંદ જીવનસાથી ઝડપથી મળી શકે છે.

વાસ્તુ અનુસાર જો કેટલાક બદલાવ કરવામાં આવે તો જરૂર લાભ થઈ શકે છે એવું વાસ્તુશાસ્ત્રીઓનું માનવું છે. વાસ્તુતજજ્ઞોનાં મતાનુસાર વિવાહ યોગ્ય જાતકે ક્યારેય દક્ષિણ પશ્ચિમ દિશામાં માથું રાખીને સુવું જોઈએ નહી. આવું કરનારના લગ્નમાં વધુ વિલંબ થતો રહે છે. લગ્ન અને રિલેશનશિપમાં બાધા આવે નહી એ માટે જાતકોએ ઉત્તર દિશા તરફ પગ રાખીને સુવું જોઈએ.

જેને ઝડપથી લગ્ન કરવા હોય અને તેના જીવનમાં પરેશાની આવી રહી હોય તેવા લોકોએ કાળારંગથી દુરી બનાવીને રાખવી જોઈએ. રંગશાસ્ત્ર અનુસાર કાળો કલર અશુભ સાથે સાથે નિરાશાનું પ્રતિક માનવામાં આવે છે. આવા જાતકોએ લાલ, પીળા, અને લીલા રંગના બ્રાઈટ કપડા પહેરવા જોઈએ. વધુમાં વધુ રંગોનો પ્રભાવ પડે તેવા ઘાટા કલરની વસ્તુઓના ઉપયોગથી શુભ ફળ મળી શકે છે. જેના જન્માક્ષરમાં મંગળની દિશા ખરાબ હોય તેમને સૌથી પોતાના બેડરૂમનો કલર ગુલાબી કરવો જોઈએ.

Comments


Post: Blog2_Post

Subscribe Form

Thanks for submitting!

  • Facebook
  • Twitter

©2020 by Ab2. Proudly created with Wix.com

bottom of page