મોદી સાથેની રેલી કામ ના લાગી, ટ્રમ્પને ભારતીય મૂળના મતદારોએ ઝાટકો આપ્યો

Nov 5, 2020
1 min read
અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે અને હાલના તબક્કે તો ટ્રમ્પ કરતા બિડેન ઘણા આગળ નિકળી ગયા છે ત્યારે ટ્રમ્પને અમેરિકાના ભારતીય સમુદાય તરફથી ચૂંટણીમાં ઝાટકો લાગ્યો છે. ટ્રમ્પે અમેરિકામાં પીએમ મોદીની સાથે એક રેલી કરી હતી અને એ પછી અમદાવાદમાં પણ આવી જ એક રેલી યોજાયી હતી.જેની પાછળનુ કારણ ટ્રમ્પ અમેરિકામાં ભારતીય મૂળના વોટર્સને રીઝવવા માંગતા હોવાની અટકળો પણ થઈ રહી હતી.જોકે નેશનલ એક્ઝિટ પોલ પ્રમાણે 64 ટકા એશિયાઈ મૂળના લોકોએ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર બિડેનનુ સમર્થન કર્યુ છે અને 30 ટકા મત જ ટ્રમ્પને મળ્યા છે. See more….




Comments