જીવનમાં દરેક વ્યક્તિને પોતાનો એક અલગ ટાર્ગેટ હોય છે. જેમ કોઇ વિશેષ કારકિર્દી સફળતા પ્રાપ્ત કરવા માંગે છે, તો કોઈ દુનિયાનો પ્રવાસ કરવા માંગે છે. તો વળી કોઈ નામ અને પૈસા કમાવાનો ટાર્ગેટ રાખતા હોય છે. પરંતુ આજે અમે તમને એક એવા વ્યક્તિ સાથે મુલાકાત કરાવીશું, જેનો જીવનમાં ટાર્ગેટ ૨૫૦૦ બાળકોનો પિતા બનવાનો છે. દિલચસ્પ વાત એ છે કે આ વ્યક્તિ અત્યાર સુધીમાં ૧૫૦ મહિલાઓને પ્રેગનન્ટ પણ કરી ચૂક્યો છે.
હકીકતમાં અમે જે વ્યક્તિની વાત કરી રહ્યા છીએ તે એક “સ્પર્મ ડોનર” છે. ૪૯ વર્ષીય આ વ્યક્તિનું નામ જોએ છે, જે અમેરિકાના વર્માટમાં રહે છે. જોએ ને તે મહિલાઓને પ્રેગનન્ટ કરવામાં ખુશી મળે છે, જે માં બનવા માંગે છે. મહિલાઓને માં બનાવવા માટે જોએ પાસે બે રીત હોય છે.
પહેલી કે જેમાં તેઓ પર્સનલી મળીને તેમણે માં બનાવે છે અને બીજા ઉપાય માં તેઓ ફક્ત પોતાનું સ્પર્મ ડોનેટ કરે છે અને પછી મહિલા મેડિકલ ટેકનોલોજીની સહાયતાથી મનને પોતાની અંદર નાખે છે અને ગર્ભવતી બની જાય છે.
પોતાના ૨૫૦૦ બાળકોનાં ટાર્ગેટ પૂરો કરવા માટે જોએ દર સપ્તાહમાં પ મહિલાઓ સાથે મુલાકાત કરે છે. તે પોતાના સ્તર પર તો તેની કોશિશ કરે છે પરંતુ ઘણી મહિલાઓ પણ તેને ઓનલાઈન સંપર્ક કરે છે. તેઓ આ કામ માટે વિદેશ પણ જાય છે. લોકડાઉનમાં પણ તેમણે ૬ બાળકોનાં પિતા બનવાનો એક રેકોર્ડ બનાવી લીધો હતો.
૧૫૦ બાળકોના પિતા બની ચૂકેલા જોએ બાદમાં આ બાળકોને પણ મળે છે. સૌથી સારી વાત એ છે કે આ કામ માટે તેઓ કોઈ પૈસા ચાર્જ કરતા નથી. ફક્ત ટ્રાવેલ ખર્ચા વસૂલ કરે છે. તે બસ તે મહિલાઓનાં ચહેરા પર મુસ્કાન જોવા માંગે છે, જે કોઈ કારણવશ પોતાના પતિ પાસેથી બાળકોની માં બની શકતી નથી.
૨૦૨૦નાં સમાપ્ત થતાં પહેલા તેઓ વધુ ૧૦ મહિલાઓને ગર્ભવતી કરવા માંગે છે. ૪૯ વર્ષીય જોએ હાલમાં તો પોતાના ૨૫૦૦નાં ટાર્ગેટ થી ખૂબ જ પાછળ ચાલી રહ્યા છે, પરંતુ આશા છે કે તેઓ આ ટાર્ગેટ પણ પ્રાપ્ત કરી લેશે. યાદ અપાવી દઇએ કે “સ્પર્મ ડોનર” ઉપર બોલિવૂડમાં એક ફિલ્મ પણ બની ચૂકી છે. “વિકી ડોનર” વાળી આ ફિલ્મમાં અભિનેતા આયુષ્માન ખુરાના “સ્પર્મ ડોનર નો રોલ પ્લે કરે છે. જોએ રિયલ લાઇફમાં આવું કામ કરે છે. બસ ફર્ક એટલો છે કે તેઓ આ કામ માટે પૈસા લેતા નથી.
Comments