ફિલાડેલ્ફિયા, તા. 3 જાન્યુઆરી 2021, રવિવાર
જો તમારાથી કિ ભૂલ થાય તો શું કરો? સરળ છે કે જો કોઇને ખબર પડે તો સોરી બોલી દો અને ખબર ના પડે તો જવા દો. ત્યારે અદાલત તો પોલીસથી ભુલ થાય તો શું થાય તેનું ઉદાહરણ આપતી એક ઘટના અમેરિકામાં સામે આવી છે. જેમાં એક બીજી વાત પણ શીખવા જેવી છે કે પોલિસ અને અદાલતની ભૂલનું પરિણામ શું હોય છે.
અમેરિકાની અંદર એક અશ્વેત વ્યક્તિને તેના અપરાધ માટે 28 વર્ષ સુધી જેલમાં રાખવામાં આવ્યો. આ વ્યક્તિ એ અપરાધની સજા ભોગવતો હતો જે તેણે કર્યો જ નહોતો. ત્યારે હવે સરકારે તેને 71.6 કરોડ રુપિયાનું વળતર આપ્યું છે.
અમેરિકાના ફિલાડેલ્ફિયામાં હત્યાના એક કેસમાં ચેસ્ટર હોલમૈન નામના યુવકને જેલમાં બંધ કરવામાં આવ્યો હતો. જ્યારે આ કેસનું સત્ય સામે આવ્યું તો 2019ના વર્ષમાં આ યુવકને જેલમાંથી છોડવામાં આવ્યો. તપાસમાં સામે આવ્યું કે આ ઘટનાના સાક્ષીએ 1991માં ખોટું બોલીને ચેસ્ટર નામના આ યુવકને ફસાવ્યો હતો. બાદમાં ખોટી સજા આપવા બદલ ચેસ્ટરે રાજ્ય સરકાર ઉપર જ કેસ કર્યો.
ત્યારે ગત અઠવાડિયામાં આ કેસનો ચુકાદો આવ્યો છે. જેના ભાગરુપે ફિલાડેલ્ફિયા પ્રશાસને આ યુવકને વળતર આપવાની જાહેરાત કરી છે. જો કે સરકાર અને આ યુવક વચ્ચે થયેલી સમજૂતીમાં સરકારે કે કોઇ અધિકારીએ ભૂલનો સ્વીકાર કર્યો નથી. ફિલાડેલ્ફિયાના મેયરે કહ્યું કે વળતર અને સમજૂતી તો ઠીક છે પરંતુ કોઇની આઝાદીની કોઇ કિંમત નથી હોતી.
Comments