ગુડગાંવની ફોર્ટિસ હોસ્પિટલમાં જિંદગી સામે લડી રહેલી 21 વર્ષની યુવતી સાથે રેપ્ની ઘટના સામે આવી છે. યુવતી વેન્ટિલેટર પર છે. 22થી 27 ઓક્ટોબર વચ્ચે તેની સાથે રેપ થયો હતો. પીડિતાને ભાન આવતાં તેને 28 ઓક્ટોબરે પોતાના પિતા સમક્ષ તૂટક તૂટક શબ્દોમાં આપવીતી વર્ણવી હતી. આરોપીનું નામ વિકાસ છે. પોલીસને શંકા છે કે ઘટનામાં હોસ્પિટલના કર્મચારીઓની પણ સંડોવાણી હોય શકે છે. સીસીટીવી ફૂટેજના આધારે 2 સંદિગ્ધની ધરપકડ કરી તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
પીડિતાના પિતાએ જણાવ્યું હતું કે દીકરીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, જેને પગલે 21 ઓક્ટોબરે તેને ગુડગાંવના સેક્ટર-44 સ્થિત ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સ્થિતિ બગડતાં 22 ઓક્ટોબરે યુવતીને વેન્ટિલેટર પર શિફ્ટ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં તે બેભાન રહેતાં એનો ગેરફાયદો ઉઠાવીને નરાધમોએ તેની સાથે દુષ્કર્મ કર્યું. પીડિતાના પિતાની ફરિયાદને ધ્યાનમાં રાખીને પોલીસે 29 ઓક્ટોબરે કેસ દાખલ કર્યો છે.
પીડિતાએ સંકેતમાં જણાવ્યું હતું કે કોણ છે આરોપી. 2-4 દિવસ સુધી ખાવાનું ન આપવામાં આવ્યું.... બોલ્યા- ક્યારે મરીશ...? પોલીસ સમક્ષ દાખલ ફરિયાદમાં એ ત્રણ પાનાંનો ઉલ્લેખ છે, જેમાં યુવતીએ પોતાના પિતા સમક્ષ લખીને આપવીતી વર્ણવી છે.
આ કેસની તપાસ ડીસીપી (ઇસ્ટ) મકસૂદ અહેમદ કરી રહ્યા છે. પીડિતાના લખાણથી સામે આવેલા નામ અને હોસ્પિટલના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરવામાં આવી રહી છે. પકડવામાં આવેલા 2 સંદિગ્ધની ગુરુવારે લગભગ 3 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી. પોલીસે હોસ્પિટલના કર્મચારીઓ પાસે રેકોર્ડ પણ માગ્યો છે. પોલીસ અધિકારીનું કહેવું છે કે પીડિતા નિવેદન આપવાની સ્થિતિમાં નથી. હોસ્પિટલ તપાસમાં યોગ્ય સહયોગ આપી રહી છે.
રાષ્ટ્રીય મહિલા પંચનાં ચેરપર્સન રેખા શમર્એિ પોલીસ કમિશનર કેકે રાવને પત્ર લખીને તાત્કાલિક તપાસ પૂર્ણ કરવાનું કહ્યું છે, સાથે જ પંચે હોસ્પિટલના સીઇઓને નિર્દેશ આપ્યા છે કે આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે યોગ્ય પગલાં લેવામાં આવે અને હોસ્પિટલ કમિટી તાત્કાલિક કાર્યવાહી કરી રિપોર્ટ રજૂ કરે.
留言