NHL મેડિકલ કોલેજના સ્ટુડન્ટ્સ દ્વારા 'ધ ઓપન માઇક' વર્ચ્યુઅલ આયોજન
ઓપન માઇક પ્રોગામમાં સ્ટુડન્ટ્સે પોતે સ્વરચિત વિવિધ કવિતાઓ અને લાઇવ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુુમેશનથી પોતાનું પરફોર્મન્સ આપ્યું હતું. આ વિશે સ્ટુડન્ટ્સ કેયા શાહે કહ્યું કે, સ્ટડીની સાથે સ્ટુડન્ટ્સમાં રહેલી ક્રિએટિવિટીને બહાર લાવવા માટે ઓપન માઇકનું આયોજન કર્યું હતું. હાલના સમયમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે વર્ચ્યુઅલ રીતે કોલેજના ફ્રેન્ડસને મળીને પોતાના નવા આઇડિયાને એકબીજાને શેર કરીને આવનારા સમયમાં કંઇક નવું કરી શકવાની પ્રેરણા સાથે આ કાર્યની શરૃઆત કરી છે. ઓપન માઇકમાં મેં યુકલેલે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેશન દ્વારા મ્યુઝિક પ્રેઝન્ટ કર્યું હતું અને તેનાથી સ્ટુન્ટ્સને મજા આવી હતી. કાર્યક્રમમાં સ્ટુડન્ટ્સે સ્વરચિત કાવ્યોની સુંદર પ્રસ્તુતિ કરી હતી. વર્ચ્યુઅલ રીતે યોજાયેલી ઓપન માઇકમાં બીજી કોલેજના સ્ટુડન્ટ્સ પણ જોડાયા હતા.
કાવ્યના અંશ
તમારા શર્ટમાંથી માફી કે જે તમારી મહેનતથી પરસેવાની સુગંધ આપે છે તમારા પ્રેમીના અત્તરની નહીં ક્લાસિક બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્ટરની માફી કે જેમાં તમારી બધી ભૂલોને આવરી લેવામાં આવે છે... આયુશી ગજ્જર
રણમાં મળી મને એક ખજૂરી, તેમણે બનાવી તેની ઝોડી તેમના મગજમાં ઝુલતા સંશોધનના સપના, તેમના આંખોમાં વહેતા મૃગજળના દરીયા... હોળી જોતાં થતો નથી એમને અફસોસ પાંદડા ચૂંટતા નથી ખજૂરીનું ભાન તેમની આંખો નહીં મગજ અજાણ છે એટલે તો જતું કરું છું...ઉર્વગ રાવલ
પોતાને શોધો પોતાને અનુભવ કરો, રહો ન ખાલી મોજૂદ પણ જીવો
તમારા અંદર પોતાને શોધો, ખુશખુશાલ આનંદમયથઇને મઝાથી રહો - શુભેંદૂ મુહુરી
આશા રાખો પણ અપેક્ષા નહીં, મુલાકાત કરો પણ રોકાવ નહીં
જિંદગી આગળ વધવા માટે છે યાદોના જાળમાં અટકી જવા માટે નહીં - કામ્યા પંચાલ
Comments