પોરબંદર તા.૬, પોરબંદર જિલ્લામાં ખરીદ માર્કેટીંગ સીઝન ૨૦૨૦/૨૧ અંગર્ગત ટેકાના ભાવે મગફળીની ખીરીદીનું રજીસ્ટ્રેશન શરૂ કરાયેલ છે. જેમા નિષ્ફળ ગયેલ પાક અંગે કૃષિ સહાય મેળવવા માંગતા ખેડૂતો પણ ટેકાના ભાવે મગફળી રજીસ્ટ્રેશન કરાવી શકે છે. મગફળીની ખરીદી સંદર્ભે એ. પી. એમ.સી. પોરબંદર/રાણાવાવ તથા કુતિયાણા તાલુકાના ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન ખાતે, તમામ તાલુકા પંચાયત ખાતે અને તમામ ગ્રામ પંચાયત ખાતે ખેડૂતો જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે, ૭/૧૨, આધાર કાર્ડ, બેંક પાસુબુકની ઝેરોક્ષ રજુ કર્યેથી મગફળીનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. વહેલી તકે પોરબંદર જિલ્લાનાં ખેડૂતો રજીસ્ટ્રેશન પુર્ણ કરાવે તેમ જિલ્લા પુરવઠા અધિકારી પોરબંદર દ્રારા જણાવાયુ છે.
top of page
bottom of page
Comentarios