top of page
Writer's pictureab2 news

પોરબંદર જીલ્લા વહીવટીતંત્ર દ્વારા નિયમોનું ઉલ્લંઘન


મોડી સાંજે મહિલા કર્મીઓને કામ સબબ રોકાવાની ફરજ ન પાડવાનો નિયમ અમલમાં હોવા છતાં પોરબંદર જીલ્લા સેવાસદન-૧ અને ૨ માં ઓફીસ છૂટવાના સમય બાદ પણ મહિલા કર્મીઓને રોકાવાની ફરજ ઉભી થઇ છે, આ બાબતે અગાઉ આંદોલનો પણ થયા હોવા છતાં કેટલાક સરકારી અધિકારીઓ જાણી જોઇને નિયમોને નેવે મૂકી રહ્યા છે


હાલ કોરોના તથા સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ અંતર્ગત રાજ્યના દરેક જીલ્લામાં કામગીરીનો ધમધમાટ ચાલે છે ત્યારે જનતાના કામ કરવામાં સુગ અનુભવતા કેટલાક આલા ઓફીસરો રાજ્ય સરકાર ના નિયમો તથા કાયદાઓનું અર્થઘટન મનસ્વી રીતે કરી રહ્યા છે, વિગત વર્ષોમાં રાજ્યના સચિવાલયના ત્રીજા માળેથી નીચે ઝંપલાવનાર એક મહિલા કર્મી મૃત્યુને ભેટ્યા બાદ આનનફાનનમાં રાજ્ય સરકારે એક નિયમ બનાવેલ હતો કે સરકારીતંત્રની કોઈપણ ઓફીસોમાં મહિલા કર્મીઓને સાંજે સાત વાગ્યા પછી કામ સબબ રોકાવાની ફરજ કોઈ ઓફિસર કે અધિકારી પાડી શકશે નહિ, ત્યારે દિવસ આખો કામ લેવામાં ઉણા ઉતરતા અધિકારીઓ એની વહીવટી મીટીંગો મોડી સાંજ સુધી ચલાવતા હોય છે અને તેવી જ કોઈ કામગીરી પોરબંદર જીલ્લામાં પણ ચાલતી હોવાથી હાલ પોરબંદરમાં પણ મોડી સાંજ એટલે કે નવ કે આઠ વાગ્યા સુધી કામગીરીનો ધમધમાટ ચાલે છે અને કેટલાક મનસ્વી અધિકારીઓ મીટીંગો લેવામાં મોડા પડી જતા હોવાથી મીટીંગોનો સમય મોડે સુધી ચાલે છે,

પોરબંદરમાં એક વર્ષ અગાઉ પણ આ અંગે કેટલાક જાગૃત નાગરીકોએ તત્કાલીન કલેકટર પંડ્યા સાહેબનું ધ્યાન દોરેલું હતું કે ઓફીસમાં મીટીંગ કે સરકારી કામગીરી અર્થે ઓફીસ છૂટવાના સમય પછી પણ સમય લંબાઈ જતો હોય તો તેમાં મહિલા કર્મીઓને સાંજે કે રાત્રે કામગીરી કરવામાંથી બાકાત રાખવામાં આવે અને રજૂઆત ને ન્યાય મળ્યો હોય તેમ પંડ્યા સાહેબે સાંજે સાત વાગ્યા પછી જીલ્લા સેવાસદનમાં કે અન્ય કોઈ ઓફીસમાં કામ સબબ મોડું થાય તો મહિલા કર્મીઓને રોકવા નહિ તેવું સર્ક્યુલર બહાર પાડેલ હતું, જયારે જાણવા મળતી વિગતો પ્રમાણે હવે ફરી આ નિયમનું ઉલ્લંઘન થઇ રહ્યું છે આ અંગે કોઈ મહિલા કર્મી મૌખિક રજૂઆત કરે તો પાછળથી તેવી મહિલા કર્મીઓને અમુક તમુક નેતાઓ સાથે ઘરેલું સબંધ હોવાના ખાનગી દાવા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ કરતા હોવાનું મહિલા કર્મીઓએ નામ ન આપવાની શરતે અમારા સંવાદદાતા ને જણાવ્યું હતું.


કેટલાક અધિકારીઓ તો એવા પણ છે જેને દિવસે કામ કરવું કે ઝડપથી કામ કરવું ફાવતું ન હોય તેમ સાંજે જેવી ઓફીસ છૂટવાનો સમય થાય એટલે મહત્વપૂર્ણ કામ અથવા ઈમરજન્સી મીટીંગનું આયોજન જાણી જોઇને કરતા હોય છે આવા વાહિયાત મનસુબા સાથે જો મીટીંગનું આયોજન મોડી સાંજે થતું હોય તો એ મહિલા કર્મીઓ માટે અસહ્ય પણ છે, તેમજ મહિલા કર્મીઓને ઓફીસ જેટલી જ કામગીરી ઘરે પણ કરવાની થતી હોય મહિલા કર્મીઓને મનસ્વી રીતે મોડી સાંજે રોકાવાની ફરજ ન પાડવાની લોકમાંગ પણ ઉઠી રહી છે ત્યારે જો કોઈ અધિકારી જાણી જોઇને મીટીંગ ને મોડી સાંજે આયોજીત કરતા હોય તો આ વિષય મહિલાઓ માટે ચિંતાજનક છે અને એમાં સુધારો ન થાય તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનું મન જીલ્લા ના એક મોટા રાજકીય આગેવાન કરી રહ્યા હોય, જીલ્લા કલેકટર આ અંગે નિયમોના આવા ઉલ્લંઘન ને રોકે એવી મહિલા કર્મીઓની માંગ પણ છાની રીતે ઉઠી રહી છે.

4 views0 comments

Recent Posts

See All

IAS ઓફિસર પાસે સેનિટરી પેડ માંગનાર વિદ્યાર્થિનીને મળી એડની ઓફર

બિહારમાં આઈએએસ ઓફિસર હરજોત કૌર પાસે એક જાહેર કાર્યક્રમમાં સેનિટરી પેડ માંગીને ચર્ચામાં આવેલી રિયા કુમારીને હવે એક સેનિટરી પેડ બનાવતી...

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, 'પોન્નિયિન સેલ્વન'નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

સાઉથની વધુ એક ફિલ્મ બોક્સ ઓફિસ પર તરખાટ મચાવી રહી છે. મણિરત્નમની મહત્વાકાંક્ષી તામિલ ફિલ્મ પોન્નિયિન સેલ્વન પાર્ટ 1 થીયેટરોમાં રજૂ થઈ...

Kommentarer


Post: Blog2_Post
bottom of page