top of page
Writer's pictureab2 news

પોરબંદરની ખાનગી કંપની ભુમાફિયાની ભૂમિકામાં…?

પોરબંદર બિરલા ફેક્ટરી દ્વારા આસપાસની પડતર જમીન પર પેશકદમી કરાય ખાનગી કંપની મીઠી નજર હેઠળ સરકારી જમીન પડાવી રહી છે


પોરબંદર શહેરમાં છાયા વિસ્તારમાં રણ તરીકે ઓળખાતી જમીન પર કરવામાં આવી રહી છે પેશકદમી


સુરખાબ નગરી તરીકે વિશ્વવિખ્યાત પોરબંદર શહેરમાં શિયાળાની ઋતુનો પ્રારંભ થા ત્યારે જ ઠંડીની ઋતુનો પ્રારંભ સમયમાં જ યુરોપિયન પક્ષીઓનો આગમન થાય છે અને પોરબંદર શહેર એ પક્ષી નગરી તરીકે વિશ્વભરમાં ખ્યાતિ પામ્યું છે પરંતુ હાલ અહીં ખાનગી કંપની દ્વારા પેશકદમી કરવામાં આવી રહી હોવાના કારણે રણ વિસ્તાર ના જળાશયમાં એક પણ પક્ષી નજરે પડતું નથી ત્રણ ચાર વર્ષ પહેલા આ જળાશયમાં લાખોના મોઢે વિદેશી પક્ષીઓનું આગમન થતું હતો અને પક્ષીઓનો કલરવ ગુંજી ઊઠતો હતો ખાસ કરીને સુરખાબ એટલે કે ફ્લેમિંગો પક્ષી નું આગમન થવાની સાથે જ જાણે ગુલાબી ચાદર ઓઢી હોય તેવા નરેન્દ્રની દ્રશ્યો સર્જાયા હતા પરંતુ આ જળાશયમાં હાલ થવા લાગી છે ફેક્ટરી ના નામે ઓળખાતી નિરમા કેમિકલ કંપની દ્વારા આસપાસની જમીન માં પેશકદમી કરવામાં આવ્યું છે આ જળાશયમાં પાણી નો સંગ્રહ થતો હોય છે પરંતુ હાલ પાણી હોય તે સ્થળ પર ખાડા પૂરી દેવામાં આવી રહી છે રણ વિસ્તારની જમીન પર આવવાનો સીલસીલો શરૂ કરી દેવામાં આવ્યો છે નિરમા કેમિકલ દ્વારા રણવિસ્તારમાં પેસ્ટ બનાવી રસ્તાઓ પણ બનાવવામાં આવ્યા છે અને દીવાલો ચણી દેવામાં આવી છે પર્યાવરણ વિભાગ દ્વારા અહીં પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું હોવા છતાં પણ કોઇ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે નિરમા કેમિકલ કંપની દ્વારા પેશકદમી થઈ રહી હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું છે તંત્રની મીઠી નજર હેઠળ પેશકદમી કરવામાં આવી રહી હોવાના કારણે અહીં વિદેશી પક્ષીઓનું આગમન બંધ થયું છે અને જાણે પક્ષીઓ ની નગરી તરીકે ઓળખાતા પોરબંદર નો પરિચય એક માત્ર ભૂતકાળ જ બની ગયો છે એક દિવસ વર્ષો પહેલા એટલે કે ત્રણ-ચાર વર્ષ પહેલાંના સમયમાં અહીં લાખો ને મોઢે વિદેશી પક્ષીઓનો કલરવ થતો હતો અને માત્ર પોરબંદરમાં જ પોરબંદરના જ નગરજનો નહીં પરંતુ ગુજરાત સહિત દેશ-વિદેશના પર્યટકો પોરબંદર માં આવી પક્ષીઓ નો નયનરમ્ય નજારો નિહાળવા માટે આવતા હતા પરંતુ હાલ આ દ્રશ્ય માત્ર કેમેરામાં કેદ થઇ ફોટોગ્રાફી જ બની ગયા છે હાલ એક પણ પક્ષી નજરે પડતું નથી દુઃખ સાથે કહેવું પડે છે કે જવાબદાર તંત્રની મીઠી નજર હેઠળ ખાનગી કંપનીઓ ભૂમાફિયા ની ભૂમિકા ભજવી રહી છે જમીનો પડાવી રહી હોવા છતાં પણ જવાબદાર તંત્ર મેં અનેક વખત સામાજિક કાર્યકરો અને પક્ષીપ્રેમીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ દિવસ સુધી કોઈ પ્રકારની કાર્યવાહી કરી નથી


7 views0 comments

Recent Posts

See All

IAS ઓફિસર પાસે સેનિટરી પેડ માંગનાર વિદ્યાર્થિનીને મળી એડની ઓફર

બિહારમાં આઈએએસ ઓફિસર હરજોત કૌર પાસે એક જાહેર કાર્યક્રમમાં સેનિટરી પેડ માંગીને ચર્ચામાં આવેલી રિયા કુમારીને હવે એક સેનિટરી પેડ બનાવતી...

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, 'પોન્નિયિન સેલ્વન'નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

સાઉથની વધુ એક ફિલ્મ બોક્સ ઓફિસ પર તરખાટ મચાવી રહી છે. મણિરત્નમની મહત્વાકાંક્ષી તામિલ ફિલ્મ પોન્નિયિન સેલ્વન પાર્ટ 1 થીયેટરોમાં રજૂ થઈ...

Comentários


Post: Blog2_Post
bottom of page