પોરબંદરમાં સફાઈકર્મીઓ વસે છે તે વિસ્તારમાં અસહ્ય ગંદકી
- ab2 news

- Oct 30, 2020
- 2 min read

પોરબંદરમાં સફાઈકર્મીઓ વસે છે તે નગીનદાસ મોદી પ્લોટ વિસ્તારમાં અસહ્ય ગંદકી જોવા મળી રહી છે તેથી આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર પાઠવીને પાયાની સુવિધા આપવા માંગ કરી છે.
પોરબંદર આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ કેયુર જોષી અને આગેવાનોએ તંત્રને આવેદનપત્ર પાઠવીને જણાવ્યું છે કે પોરબંદર શહેરના વીરડીપ્લોટ, નગીનદાસ મોદી પ્લોટ, વોર્ડ નંબર 6 માં મનુષ્યો તરીકે જીવતા લોકોને રસ્તા, પાણી, લાઈટ, ગટર સફાઈ, જાહેર શૌચાલયોની સમસ્યા છેલ્લા પાંચ વર્ષથી એટલે કે જ્યારથી મીશન સીટી અંતર્ગત ભૂગર્ભગટરનું કામ ચાલુ થયેલ હતું અને તેમનું કામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં હાલ લોકોની પ્રાથમિક જીવન જરીયાતની સગવડો પોરબંદર નગરપાલિકા દ્વારા ન પહોંચાડી શકતા સમસ્યાઓ વર્ષો થયા છતાં લોકોની સમસ્યાનો હલ થયેલ નથી તેમજ આ વિસ્તારમાં જ સફાઈ કામદારો રહે છે જેઓ પોરબંદર સમગ્ર શહેરને સાફ કરે છે તેમના ઘરમાં જ પોરબંદર નગરપાલિકાના કર્મચારીઓ હોય પોરબંદર નગરપાલિકા દ્વારા આ સામાન્ય લોકોનું હિત જળવાઈ રહેતું નથી.
જેથી પોરબંદર શહેર વિરડી પ્લોટ, નગીનદાસ મોદી પ્લોટ, વોર્ડ નં. 6 માં મનુષ્યો તરીકે જીવતા લોકોને રસ્તા, પાણી, લાઈટ, ગટર સફાઈની સમસ્યા, આરોગ્ય, રસ્તાઓ, પીવાના પાણીની વ્યવસ્થા, ગટર વ્યવસ્થા, જાહેર શૌચાલયો જેવી અનેક સમસ્યાઓનો સામનો સામાન્ય પ્રજા ભોગવી રહેલ છે. ભારતીય બંધારણમાં આપેલ મુળભુત અધિકારોનું પોરબંદર નગરપાલિકા દ્વારા હનન થઈ રહ્યું છે જેમાં જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈપણ જાતની જવાબદારી નિભાવવામાં આવતી નથી.
પરંતુ વિરડી પ્લોટ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય એટલું વધી ગયેલ છે કે વિરડી પ્લોટ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળેલ છે. ગટર વ્યવસ્થા નિષ્ફળ ગયેલ છે અને હાલ પી.જી.વી.સી.એલ. ની લાઈટ પણ બંધ છે. ઉપરોક્ત બાબતે ગંદકી, રસ્તાઓ, પીવાના પાણીની સુવિધા, આરોગ્ય તેમજ માંદગી તેમજ સામાન્ય માણસોના જીવન જરીયાત અંગે ભારતીય બંધારણની મૂળભૂત હક્કોની સમસ્યા અંગેની કાર્યવાહી દિન-બે માં નહીં કરવામાં આવે તો આમ આદમી પાર્ટી સ્થાનિકોને સાથે ગાંધી ચિંધ્યા માર્ગે સહારો લેવાની કરવાની ફરજ પડશે તેમ રજુઆતમાં જણાવ્યું છે.







Comments