મોદીની મન કી બાત વખતે જ ગુજરાતી ખેડૂતો થાળીનાદ કરશે
- ab2 news
- Dec 25, 2020
- 2 min read

ગુજરાતના ખેડૂતોએ સારનપુર બોર્ડર પર ટ્રાફિકજામ કર્યો
કૃષિકાયદાના ગેરફાયદા અંગે લોકોને સમજ આપવા ખેડૂતોએ ગામડાઓમાં સાઇકલ લઇને પત્રિકાઓ વહેંચી
કોંગ્રેસના કાર્યકરોએ કૃષિબિલની હોળી કરી, પોલીસે અટકાયત કરી
દિલ્હી બોર્ડર પર કૃષિ કાયદો રદ કરવાની માંગ સાથે ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. મોદી સરકાર સાથે મંત્રણા થયા બાદ પણ ખેડૂતો પોતાની માંગ સાથે અડગ રહ્યાં છે. ગુજરાતમાં પણ ખેડૂતો કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલાં આંદોલનને સમર્થન આપી રહ્યાં છે. ગુજરાતના ખેડૂતોની એક ટીમ આજે સારનપુર બોર્ડર પહોંચ્યા છે.હવે ગુજરાતના ય ખેડૂતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે મન કી બાત કરશે તે વખતે થાળી વગાડીને વિરોધ નોંધાવશે.
ગુજરાતમાંથી વધુ ને વધુ ખેડૂતો દિલ્હી બોર્ડર પહોંચી રહ્યાં છે. બનાસકાંઠાથી ખેડૂતો દિલ્હી-સરાનપુર બોર્ડર પહોંચ્યાં છે. આ ઉપરાંત શ્રમજીવીઓ અને 15 વિદ્યાર્થીઓ પણ આંદોલન સૃથળે પહોંચી ચૂક્યાં છે. આજે સરાનપુર બોર્ડર પર ખેડૂતોએ હાઇવે પર ટ્રાફિક ચક્કાજામ કર્યો હતો. આ વિરોધ કાર્યક્રમમાં ગુજરાતી ખેડૂતોએ ભાગ લીધો હતો. ગુજરાતના ખેડૂતોની એક ટીમ સિઘું બોર્ડર પર પહોચી છે. અત્યાર સુધીમાં 600થી વધુ ખેડૂતો દિલ્હી બોર્ડર પર પહોંચ્યાં છે.
આ તરફ, ખેડૂત સંઘર્ષ સમિતીના એલાનના પગલે ગુજરાતમાં પણ નરેન્દ્ર મોદીની મનકી બાત વખતે ખેડૂતો થાળીનાદ કરી વિરોધ નોંધાવશે. ખેડૂતોનો આક્ષેપ છેે કે, ચોમાસામાં ભારે વરસાદ ઉપરાંત કમોસમી વરસાદથી ખેતીને થયેલાં નુકશાનના વળતર અંગે સરકારે મોટાઉપાડે જાહેરાત કરી હતી પણ હજુ ખેડૂતોને પૈસા મળ્યા નથી ત્યારે ભાજપ માત્ર ખોટા વચનો આપી ખેડૂતોને ભરમાવી રહી છે. પહેલાં ખેતીનું નુકશાન ચૂકવો પછી ખેડૂતાના ખાતામાં નાણાં ચૂકવજો.આજે રાજકોટ,કચ્છ, સુરત ઉપરાંત સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ કૃષિ કાયદાની સમજ આપતી પત્રિકોનુ વિતરણ કર્યુ હતું. ગામડે ગામડે સાઇકલ લઇને પત્રિકા વિતરણ કરાયુ હતું. ખેડૂતોએ પાંચ લાખ પત્રિકાનું વિતરણ કરવા નક્કી કરાયું છે.
ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસ પણ મેદાને ઉતરી છે. આજે રાજ્યના જિલ્લા મથકોએ કોંગ્રેસના કાર્યકરોએ કૃષિ કાયદો રદ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતું તે વખતે પોલીસે કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કર્યો હતોકે, લાખો અન્નદાતોને મુઠીભર ઉદ્યોગપતિઓને હાથમાં ગિરવે મૂકી હરિત ક્રાંતિને ખતમ કરવા મોદી સરકારે ષડયંત્ર રચ્યુ છે. કૃષિ કાયદા લાવી ભાજપ સરકાર ખેતી , ખેડૂતને બરબાદ કરવા માંગે છે. દેશના ખેડૂતો જે જમીનોના માલિક હતા તેમને ફરી ઉદ્યોગપતિઓના ગુલામ બનાવવાની કેન્દ્ર સરકારની દાનત છે. કોંગ્રેસે 26મીથી કૃષિ કાયદાને રદ કરવાની માંગ સાથે ચલો ખેતર-ચલો ગામડે કાર્યક્રમ યોજી ખેડૂતો સાથે સીધો સંવાદ કરશે.
ચલો દિલ્હી: 26થી શંકરસિંહ વાઘેલા ગાંધી આશ્રમથી ખેડૂત અધિકાર યાત્રા શરૂ કરશે
ખેતી - ખેડૂતોના મુદ્દે કેન્દ્ર સરકારને મનઘડત નિર્ણય નહી લેવા દઇએ અને ખેડૂતોને તેમનો હક મળે તે માટે હવે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ ભાજપ સરકાર સામે બાંયો ખેચી છે અને ખેડૂત આંદોલનને સમર્થન આપ્યુ છે. શંકરસિંહ વાઘેલાએ એવી જાહેરાત કરી છેકે, 26મી ડિસેમ્બરે ગાંધીઆશ્રમથી ખેડૂત અિધકાર યાત્રાનો પ્રારંભ થશે.
આ ખેડૂત અિધકાર યાત્રા દિલ્હી રાજઘાટ પહોંચશે. જયાં તેઓ અચોક્કસ મુદત સુધી ઉપવાસ પર ઉતરશે. વાઘેલાએ એવો પણ આક્ષેપ કર્યો કે, લોકસભા-રાજ્યસભામાં માત્ર વોઇસવોટથી કૃષિ બિલ પાસ કરાયુ છે અને માત્ર રાષ્ટ્રપતિની સહીથી કાયદાનું સ્વરૂપ અપાયુ છે. મોદી સરકાર આજે અદાણી-અંબાણીના દબાણમાં આવી છે. સરકારની દાનત મુઠ્ીભર ઉદ્યોગપતિઓને માલામાલ કરવાનો છે.ભલે પછી ખેડૂતો લૂંટાય.
Коментарі