રાત્રિકરફયુનો સમય પણ વિસંગ, લગ્ન પ્રસંગમાં મર્યાદીત સંખ્યામાં લોકોને હાજર રાખવાનો નિયમ
(ઓનલાઈન શિક્ષણ નર્યું ડિંડક છે સોશ્યલ ડીસ્ટન્સ જાળવી શિક્ષણકાર્ય શરૂ થવું જોઈએ)
કરફયૂએ કોરોનાને નિયંત્રણમાં રાખવાનો ઈલાજ નથી યુનિ.ના મનોવિજ્ઞાાન ભવનમાં ચાલતા કાઉન્સેલીંગ સેન્ટરે આ પ્રકારના સ્પષ્ટ અભિપ્રાય સાથે સરકારે લગ્ન સમારોહમાં ૧૦૦ની સંખ્યાની મર્યાદામાં આમંત્રિતોને જ નિમંંત્રણ આપી શકાશે તેવું ફરજીયાત જાહેર કરતાં લગ્ન પ્રસંગની તૈયારી કરતાં અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા હોવાનું જણાવ્યું હતું. રાજકોટમાં રાત્રિ દરમિયાન કરફયુ લાગુ કરવાથી તેની સામાજિક પારિવારિક, આર્થિક અને વ્યવસાયિક અસરો વિશે આજે યુનિ.ના મનોવિજ્ઞાાન ભવનના કાઉન્સેલીંગ સેન્ટરમાં આવતી જૂદી જૂદી ફરિયાદોનું વિશ્લેષણ કરીને જણાવ્યું હતું કે, તાજેતરમાં સરકાર દ્વારા લગ્નસમારોહમાં આમંત્રીતોની સંખ્યા જે મર્યાદિત કરવામાં આવી છે તેના કારણે હજારો પરિવારોનાં લગ્ન પ્રસંગો પર વિપરીત અસર પડશે. જે પરિવારોએ લગ્ન સમારોહની કંકોત્રીઓ મોકલી આપી છે તેઓએ હવે ફરીને પ્રસંગોમાં નહી આવવા માટે ફોન કરીને કહેવું પડશે. કોરોનાના સંક્રમણને આગળ વધતુ અટકાવવા માટે દિવાળીના દિવસો દરમિયાન એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા ઉપર પાબંદી મુકવાની જરૂર હતી. પરંતુ એ સમયે સરકાર જાગી નહીં હવે રાત્રિ કરફયુ સહિત જાહેર કાર્યક્રમો ઉપર સંખ્યા ભેગી નહી કરવા માટે નિયમો જાહેર કરે છે. જે ન્યાયી નથી છેલ્લા આઠ મહિનાથી શિક્ષણ કાર્ય ઠપ્પ થઈ ગયું છે. ઓનલાઈન શિક્ષણના નામે મોટા ભાગની સ્કુલ કોલેજોમાં નર્યું ડિંડક ચાલે છે. કોલેજના વિદ્યાર્થીઓ ઘરમાં રહેતા નથી. કોલેજમાં ભણવા જતા નથી. તેના કારણે વાલીઓમાં ચિંતા જોવા મળે છે. રાત્રિ દરમિયાન જે કરફયુ લાગુ કરવામાં આવ્યો છે તેનો સમય રાત્રિના ૯ને બદલે ૧૦ કે ૧૧નો જે રાખવામાં આવ્યો હોત તો ખાણી - પીણીના નાના ધંધાર્થીઓને થોડી રાહત રહેત. પરંતુ તેવું પણ થયું નથી. સવારના ૬ના બદલે ૭ વાગ્યા સુધી કરફર્યું રહે તો તેમાં કોઈ વાંધો નથી. આમ સરકાર દ્વારા સંક્રમણ અટકાવવા માટેની જે નીતિ જાહેર કરવામાં આવી છે તેનાથી અનેક લોકોના ધંધા રોજગાર અને પસંગોને વિપરીત અસર થઈ છે. કોરોનાને અટકાવા માટે કરફયુ લાદી દેવાનાં નિર્ણય ને બદલે વૈકલ્પિક બાબતો પર સરકારે વિચાર કરવો જરૂરી છે. તેવી લાગણી તજજ્ઞો દ્વારા દર્શાવામાં આવી હતી
Comments