યુવકોની એક કમજોરી હોય છે તે યુવતીઓને જોઈને હંમેશા પીગળી જતા હોય છે. તેમની સાથે વાતચીત કરતાં સમયે લોકોના હાવભાવ બદલાઈ જતા હોય છે. જોકે આ વાત તેઓ અજાણ્યા હોય છે કે દરેક સારી દેખાતી અને સારી વાતો કરવા વાળી મહિલાઓ દૂધની ધોયેલી હોતી નથી. અમુક મહિલાઓ એવી હોય છે, જે પુરુષો પાસે પોતાનું કામ કઢાવવા માટે તેમને અલગ અલગ રીતે મૂર્ખ બનાવે છે. તમારે પણ આ પ્રકારની મહિલાઓથી સાવધાન રહેવું જોઈએ.
એકથી વધારે પ્રેમી રાખવાવાળી
અમુક મહિલાઓ મોટાભાગે પોતાનું કામ કઢાવવા માટે પુરુષોનો ઉપયોગ કરે છે. ખાસ કરીને તેમના રોજિંદા જીવનના ખર્ચ કાઢવા માટે તે પુરુષોની મદદ લેતી હોય છે. હવે તેમાં કોઈ પણ પુરુષ કોઈ મહિલા પર અઢળક પૈસા ઉડાડશે નહિં, પરંતુ જો તે મહિલા તે પુરુષની પ્રેમિકા હોય તો પછી પુરુષ આંખ બંધ કરીને ધડાધડ પૈસા ખર્ચ કરવા લાગે છે. અમુક હોશિયાર મહિલાઓ આ વાત ખૂબ જ સારી રીતે સમજે છે, એટલા માટે તેઓ મોટાભાગે પોતાનો બૉયફ્રેન્ડ એટલા માટે બનાવે છે, જેથી તેમના ખર્ચા પર આલીશાન જીવન જીવી શકાય. ક્યારેક ક્યારેક આ ખર્ચા એકલો બોયફ્રેન્ડ પુરા નથી કરી શકતો, તેવામાં તે એકથી વધારે પ્રેમી બનાવી લીધી હોય છે. તે બધાને સાચો પ્રેમ નથી કરતી. પરંતુ તેમનો ઉપયોગ પૈસા કઢાવવા માટે કરે છે. એટલા માટે હવે પછી જ્યારે કોઈ મહિલા અથવા પ્રેમિકા પર પૈસા ઉડાડતો પહેલા તપાસ કરી લો કે તેનું અન્ય કોઇ જગ્યાએ ચક્કર ચાલી રહ્યું છે કે નહીં. શું તમને હકીકતમાં પ્રેમ કરે છે કે ફક્ત પૈસા ખર્ચ કરાવી રહી છે.
પૈસાની લાલચ
અમુક મહિલાઓ એવી હોય છે જે એકથી વધારે પ્રેમ રાખતી નથી, પરંતુ તેમની પસંદગી યુવકની અમીરીનાં આધાર પર કરતી હોય છે. યુવક કેટલું કમાય છે, તેનું ઘર કેવું છે, મોંઘી કાર છે કે નહીં, બેંક બેલેન્સ કેટલું છે, આ બધી જ ચીજો તેના માટે વધારે મહત્વ રાખતી હોય છે. તેને તમારા વ્યક્તિત્વ સાથે કોઈ લેવાદેવા હોતા નથી. આજે તમારી પાસે વધારે પૈસા છે તો તમારી સાથે પ્રેમપૂર્વક વાતો કરશે, પરંતુ કાલે તમે કંગાળ બની જશો અથવા તેને પૈસા આપવાનું બંધ કરી દેશો, તો તમને છોડીને અન્ય કોઈ પાસે જતી રાહ છે. ઘણી યુવતીઓ લગ્ન પણ પૈસા અને દોલત જોઈને કરે છે. આવી યુવતીઓ કોઈની સગી થતી નથી. તે તમને પ્રેમ નથી કરતી, પરંતુ તમારા પૈસાને પ્રેમ કરે છે. એટલા માટે સાચા પ્રેમનો ટેસ્ટ કરવો હોય તો તેને પોતાની અસલી દૌલત ક્યારેય જણાવી નહીં અથવા ખર્ચ માટે પૈસા આપવા નહીં.
મીઠી છુરી
અમુક મહિલાઓ પોતાની વાતો અને અદાઓથી પુરુષોને ફોસલાવીને પોતાનું કામ કઢાવી લેતી હોય છે. મતલબ કે જો તમને ગરજ હોય અથવા કોઈ કામ કરાવવું હોય તો તેઓ તમારી સાથે ખૂબ જ પ્રેમથી અને મીઠી મીઠી વાણીથી વાતો કરશે. પરંતુ જ્યારે તેમને તમારી જરૂર નહીં હોય તો તેઓ તમને બિલકુલ ભાવ આપશે નહીં. વળી જો તમે મુસીબતમાં હશો તો પણ તમારી મદદ માટે આવશે નહીં. આવી યુવતીઓને મીઠી છુરી કહેવામાં આવે છે. આ પ્રકારની યુવતીઓ થી દૂર રહેવું જોઈએ.
નોંધ : અહીંયા એવું બિલકુલ કહેવામાં નથી આવ્યું કે બધી જ મહિલાઓ આવી હોય છે, પરંતુ તેમાંથી અમુક મહિલાઓમાં આવી આદતો જરૂર હોય છે.
Comments