પોરબંદર ખાતે જાહેર શોચાલ્ય પાસે પીવાના પાણી માટે લગાડવામાં આવેલ ફિલ્ટર પ્લાન્ટ ઉદ્ઘાટન બાદ બંધ
- ab2 news
- Nov 27, 2020
- 1 min read
પોરબંદર ચોપાટી ખાતે જાહેર શોચાલ્ય પાસે પીવાના પાણી માટે લગાડવામાં આવેલ ફિલ્ટર પ્લાન્ટ ઉદ્ઘાટન કર્યા બાદ તુરંતથી જ બંધ હાલતમાં છે અને તેમનું કોઇપણ જાતનું યોગ્ય મેન્ટેનન્સ ઘણા સમય થયા કરવામાં આવતું નથી જેના હિસાબે લાખો રુપિયાના પ્રજાના ટેક્ષના રૂપિયા તદન વેડફાઈ રહ્યા છે અને જનતા તેમજ સરકારને લાખો રૂપિયાનું નુકસાન પણ થઇ રહ્યું છે.
પીવાના પાણી માટે પોરબંદરની જનતાને રૂપિયા ખર્ચીને પાણીની બોટલો ચોપાટીએથી ખરીદવી પડી રહી છે, જયારે પોરબંદરની જનતાના રૂપિયાથી લાખો રૂપિયાના ખર્ચે પીવાના પાણી માટે આર.ઓ ફિલ્ટર પ્લાન બનાવવામાં આવેલ છે પરંતુ તે જર્જરિત હાલત અને ભ્રષ્ટાચારનો ભોગ બનીને બંધ હાલતમાં છે, જે પોરબંદરની જનતા માટે અત્યંત દુખની વાત છે.
હજારો પ્રવાસીઓ તેમજ પોરબંદરની જનતા પોરબંદર ચોપાટીની દરરોજ મુલાકાત લ્યે છે, પરંતુ ચોપાટી ખાતે પીવાના પાણી માટે કોઈ વ્યવસ્થા જ નથી અને છે એ બંધ હાલતમાં છે, જે પોરબંદર નગર પાલિકા દ્વારા જાહેર જનતા માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ હતી તે પણ ઓપનીંગ કર્યા બાદ બંધ હાલતમાં છે. આથી તાત્કાલિત ધોરણે યોગ્ય કાર્યવાહી કરી ચોપાટી ખાતે આર.ઓ ફિલ્ટર પ્લાન ચાલુ કરવા પોરબંદર આમ આદમી પાર્ટીએ માંગ કરી છે.
Comments