top of page

પોરબંદર જિલ્લાના નિવૃત રમતવીરો પેન્શન માટે અરજી કરી શકશે

  • Writer: ab2 news
    ab2 news
  • Oct 7, 2020
  • 1 min read

પોરબંદર તા.૭, ગુજરાત સરકારના રામતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્રારા નિવૃત રમતવીરોને પેન્શન આપવાની યોજના કાર્યરત હોય પોરબંદર જિલ્લાના નિવૃત રમતવીરો જિલ્લા રમતગમત અધિકારીની કચેરી ગાંધી સ્મૃતિ ભવન કનકાઇમાતા મંદિરની પાસે ચોપાટી રોડ પોરબંદર ખાતે તા.૧૪ ઓકટોબર સુધી અરજી કરી શકશે. આ પેન્શન યોજના નિવૃત રમતવીરોને લાગુ પડે છે. આ યોજના ૫૦ વર્ષથી વધુ ઉમરના નિવૃત રમતવીરોને લાગુ પડે છે. પોતાની કારકિર્દિ દરમિયાન રાષ્ટ્રકક્ષાએ વ્યક્તિગત રમતના ગોલ્ડ, સિલ્વર કે બ્રોન્ઝ મેડલ મેળવેલ હોય તેવા નિવૃત રમતવીરોને પેન્શન મળવાપાત્ર થાય. પોતાની કારકિર્દી દરમ્યાન રાષ્ટ્રીયકક્ષાએ યોજાતી સાંધીક રમતમાં રાજ્ય તરફ થી નેશનલ માટે મોકલવામાં આવેલ ટીમમાં સભ્ય હોય અને રાજ્યની તેવી ટીમે ગોલ્ડ/સિલ્વર કે બ્રોન્ઝ મેડલ મેળવેલ હોય તેવી વિજેતા ટીમના સભ્યને જ પેન્શન મળવા પાત્ર થાય. વધુ જાણકારી માટે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીનાં ફોન નં ૦૨૮૬-૨૨૪૦૭૩૭ પર સંપર્ક કરવા જણાવાયું છે.

Kommentare


Post: Blog2_Post

Subscribe Form

Thanks for submitting!

  • Facebook
  • Twitter

©2020 by Ab2. Proudly created with Wix.com

bottom of page