પોરબંદર જીલ્લા સેવાસદન ૨ ખાતે સરકારી કચેરીઓમાં જનતાના ટેક્ષના પૈસાનો દુરુપયોગ થઇ રહ્યો હોવાની માંગ પોરબંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ઉઠાવી છે, આ કચેરીમાં સરકારશ્રી દ્વારા ૫ મોટા પાણીપીવા માટેના ફિલ્ટર આરઓ સીસ્ટમ લગાડેલ હોવા છતાં તે બંધ હાલતમાં હોવાથી કર્મચારીઓ માટે પીવાના પાણીના કેરબા મંગાવવામાં આવે છે આમ મેઈન્ટેનન્સના અભાવે બહારથી પાણી મંગાવીને જનતાના લાખો રૂપિયા વેડફાતા હોવાનું આમ આદમી પાર્ટીએ જણાવ્યું છે આમ જનતા તેમજ સરકારને લાખો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે. કાર્યકર્તાઓ દ્વારા ત્યાં તપાસ કરતા જાણવા મળ્યું છે કે સરકારી અધિકારીઓ તેમજ સ્ટાફ માટે પીવાના પાણી માટે દરરોજ ૩૦ જેટલા પાણીના કેરબા દરેક કચેરીમાં મુકવામાં આવે છે જેમનું અંદાજીત ૨૦ થી ૨૫ હજાર જેટલું બીલ માસિક આવે છે.
જો આર.ઓ પ્લાન્ટ રીપેર કરીને વાપરવામાં આવે તો જે હજારો રૂપિયા ખાલી પાણી પીવા માટે વપરાઈ છે એ જ એક મહિનાના ખર્ચામાં આર.ઓ પ્લાન્ટ શરુ થઇ જશે અને જનતાના રૂપિયા બચશે અને જો તપાસ કરવામાં આવે તો આ પાણીના કેરબાઓ સેવાસદન-૨ માં ફરજ બજાવતા કેટલાક અધિકારીઓના ઘરે પણ પહોચતા હોવાની સંભાવના છે
વધુમાં કાર્યકર્તાઓએ તાત્ક્લાલીક ધોરણે આર.ઓ ફિલ્ટર પ્લાન રિપેર કરેને તમામ સરકારી અધિકારીઓ તેમજ સ્ટાફ, જનતા માટે મુકવામાં આવે જેથી કરીને જે દરમહિને હજારો રૂપિયા ખાલી પીવાના પાણીમાં વપરાઈ છે એ વ્યર્થ ના જાય અને ભ્રષ્ટાચાર નિવારી શકાય, અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આવેલા એક સર્વે અનુસાર એશિયામાં ભષ્ટાચાર બાબતે ભારતનો ક્રમાંક પહેલા નંબરે આવેલ છે અને બે વર્ષ અગાઉ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પણ એક સંબોધનમાં જણાવવામાં આવેલ હતું કે પાછલા પચીસ વર્ષની તુલનામાં રાજ્યમાં ભ્રષ્ટાચારનું ચલણ વધ્યું છે.
Comentarios