top of page
Writer's pictureab2 news

પોરબંદરના રાણાવાવ ખાતે ટીબીના આધુનિક મશીન નું લોકાર્પણ


જિલ્લા પંચાયતના પ્રમુખ

અને

કલેક્ટર સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ


પોરબંદર તા.૨૪, આજરોજ તા.૨૪/૧૧/૨૦ નાં જિલ્લા ક્ષય કેન્દ્ર પોરબંદર દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર રાણાવાવ ખાતે ટી.બી નિદાન માટે અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતું TRUNAAT મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમ માં જિલ્લા કલેકટર શ્રી ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી અડવાણી, જિલ્લા પંચાયતનાં પ્રમુખ નિલેશભાઈ મોરી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, નગરપાલિકા પ્રમુખ શ્રી રાણાવાવ, સી.ડી.એચ.ઓ મેડમશ્રી તથા જિલ્લા ક્ષય કેન્દ્ર અધિકારીશ્રી ડો સીમાબેન પોપટિયા અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર રાણાવાવનાં અધિક્ષકશ્રી ડો. મહેતા સહિત રાણાવાવ તાલુકાના આશા વર્કર બહેનો, સંકલિત બાળવિકાસ શાખાનાં સ્ટાફ અને પત્રકાર મિત્રો સહિત નગર નાં આગેવાનો અને તમામ નગર જનોની ઉપસ્થિતિ રહી હતી.


આ લોકાર્પણ વિધિના અઘ્યક્ષ સ્થાનેથી કલેકટરશ્રીએ તેમજ જિલ્લા પંચાયતનાં પ્રમુખશ્રી દ્વારા શુભકામના પાઠવી આ સુવિધાથી દર્દીઓને ઝડપી નિદાન ની સગવડતા મળશે તેમ જણાવ્યું હતું. આ સાથે આ મશીન ટેકનોલોજી દ્વારા ટી.બી નાં જડપી નિદાન માટે નાં ફાયદા જણાવવામાં આવ્યા હતા અને આ સમગ્ર કાર્યક્રમ માં આમંત્રિત મહાનુભાવો દ્વારા પ્રાસંગિક પ્રવચન આપી સામૂહિક આરોગ્ય કેન્દ્ર રાણાવાવ ખાતેની લેબમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.


આ મશીન ટેકનોલોજીની જાણકારી એપ્લિકેશન મેનેજર પ્રદીપ પુરોહિત અને ડો.સીમાબેન પોપટિયા જિલ્લા ક્ષય અધિકારીશ્રી દ્વારા આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ માટે જિલ્લા ક્ષય કેન્દ્ર પોરબંદર અને જિલ્લા ક્ષય અધિકારી શ્રી ડો.સીમાબેન પોપટિયાએ સંકલન કર્યું હતું. આભાર વિધિ સામૂહિક આરોગ્ય કેન્દ્ર રાણાવાવનાં અધિક્ષક શ્રી ડો મહેતા દ્વારા કરવામાં આવી હતી.


Comments


Post: Blog2_Post
bottom of page