દરેક સંબંધમાં ન ઇચ્છા હોવા છતાં પણ અપેક્ષાઓ આવી જાય છે. પરંતુ પ્રેમના સંબંધોમાં આ અપેક્ષાઓ થોડી વધી જતી હોય છે. ઘણી વખત પાર્ટનર એકબીજા પાસેથી ઘણી બધી અપેક્ષા રાખે છે અને જ્યારે તે અપેક્ષા પૂરી થઈ શકતી નથી તો લડાઈ ઝઘડા થવા લાગે છે. જોકે મોટાભાગે આ અપેક્ષાઓ યુવતીઓ તરફથી વધારે હોય છે. ઘણી વખત યુવતીઓ પોતાના પાર્ટનર પાસેથી ઘણા પ્રકારની અપેક્ષા રાખે છે, પરંતુ યુવકો સમજી શકતા નથી અને બન્નેની વચ્ચે લડાઈ ઝઘડા થતા રહે છે. તમને જણાવી દઈએ કે યુવતીઓની એવી કઈ અપેક્ષાઓ હોય છે, જેને મોટા ભાગના યુવકો પૂરી કરતા નથી
સરપ્રાઈઝ
યુવતીઓને સરપ્રાઈઝ ખૂબ જ પસંદ હોય છે અને તે પોતાના પાર્ટનર પાસેથી આવી જ સરપ્રાઈઝની અપેક્ષા રાખે છે. ઘણી બધી યુવતીઓની ઈચ્છા હોય છે કે તેમના પાર્ટનર તેને સમય-સમય પર કોઈને કોઈ સરપ્રાઈઝ આપતા રહે. જો કે સરપ્રાઈઝનો મતલબ ફક્ત ગિફ્ટ નથી હોતો, ઘણી વખત તેનો મતલબ હોય છે કે તેમના માટે નાની-મોટી કોઈ સ્પેશ્યલ ચીજ કરવામાં આવે જેમ કે બહાર ડિનર પર લઇ જવું, કોઈ ગિફ્ટ લાવવી અથવા કંઈક એવું કરવું જે તેમને સારું લાગે છે.
એક સાથે સમય પસાર કરવો
દરેક કપલ ઈચ્છે છે કે તેઓ વધુમાં વધુ સમય એકબીજા સાથે પસાર કરે. તેવામાં યુવતીઓને યુવક પાસેથી થોડી વધારે અપેક્ષા હોય છે કે તેઓ તેમની સાથે સમય પસાર કરે. ઘણી વખત કામને કારણે અથવા અન્ય કારણોને લીધે યુવક પોતાની પાર્ટનરની સાથે સારો સમય પસાર કરી શકતા નથી અને યુવતીઓની ઇચ્છાઓ અધૂરી રહી જાય છે.
રોમેન્ટિક ડાન્સ
ફિલ્મો અને ટીવી સિરીયલ્સમાં જોઈને યુવતીઓનું મન પણ થતું હોય છે કે તેઓ પબ્લિકલી પોતાના પાર્ટનરની સાથે ડાન્સ કરી શકે. પરંતુ અસલ જીવનમાં યુવકો બધાની સામે રોમેન્ટિક થવાથી અચકાતા હોય છે. તેઓ બંધ રૂમ અથવા પ્રાઈવેટ જગ્યા પર તમારી સાથે રોમેન્ટિક ડાન્સ કરી લેતા હોય છે, પરંતુ બધાની સામે ડાન્સ કરવામાં તેમને પરેશાની થવા લાગે છે અને યુવતીઓને આ બિલકુલ પસંદ આવતું નથી.
ગીફ્ટ
ગિફ્ટ કોને પસંદ નથી આવતી? પરંતુ કોઈ અવસર પર આપવામાં આવેલી ગિફ્ટ્સ ચહેરા પર એટલી ખુશી નથી લાવતી જે કોઈપણ અવસર અથવા પ્રસંગ વગર આપવામાં આવે છે. યુવતીઓની ઇચ્છા હોય છે કે તેમના પાર્ટનર તેમના માટે કોઈ પણ નાની મોટી ગિફ્ટ લાવે. આ ગિફ્ટ કંઈ પણ હોઈ શકે છે, જેમ કે મૂવી ટિકિટ અથવા હોલીડે ટિકિટ જેવું કંઈ પણ અથવા તો કંઈક એવું જેની ઇચ્છા યુવતી લાંબા સમયથી કરી રહી હોય. તેવામાં જો યુવકો પોતાની ગર્લફ્રેન્ડ માટે આવું કરે છે, તો તેમને ખૂબ જ પસંદ આવે છે.
ભોજન કરાવવું
યુવતીઓની ખૂબ જ ઇચ્છા હોય છે કે તેમના પાર્ટનર કોઈ સ્પેશિયલ ડે પર તેમના માટે ભોજન બનાવે. યુવકોને પણ ભોજન બનાવતા આવડતું હોય છે, પરંતુ તેઓ બનાવતા હોતા નથી. તેવામાં જો તમે પોતાની પત્ની અથવા ગર્લફ્રેન્ડ માટે ભોજન બનાવશો, તો તેમને ખૂબ જ સ્પેશ્યલ લાગશે. સાથોસાથ તેમને અહેસાસ થશે કે તમે તેને ખૂબ જ પ્રેમ કરો છો. તેમાં પોતાની પાર્ટનરને સરપ્રાઇઝ કરવાનો કોઈ અવસર જવા દેવો નહીં.
Comments