રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું 92 વર્ષની વયે નિધન
- ab2 news
- Oct 29, 2020
- 1 min read
રાજ્યના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું 92 વર્ષની વયે નિધન થયું છે. આ સમાચારથી રાજકીય જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કેશુભાઈ પટેલના નિધનના સમાચાર સામે આવ્યા બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. કેશુભાઈ પટેલને હાર્ટની તકલીફ થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેઓની સારવાર સ્ટર્લીંગ હોસ્પિટલમાં ચાલી રહી હતી જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
કેશુભાઈ પટેલનો જન્મ ૨૪ જુલાઇ ૧૯૨૮માં થયો હતો. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે માર્ચ ૧૯૯૫થી ઓક્ટોબર ૧૯૯૫ અને માર્ચ ૧૯૯૮ થી ઓક્ટોબર ૨૦૦૧ સુધી રહ્યા હતા.ખરાબ તબિયતના કારણે ૨ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ તેમણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું.
Comments