top of page

સગી બહેનને હવસનો શિકાર બનાવનાર નરાધમની ધરપકડ

  • Writer: ab2 news
    ab2 news
  • Oct 19, 2020
  • 1 min read

એક શખ્સે પોતાની જ સગી બહેનનો દેહ વારંવાર અભડાવ્યાની ફરિયાદ પોલીસ સુધી પહોંચતા પોલીસ પણ ચોંકી ગઇ હતી. આ હવસખોર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી તેની આકરી પૂછપરછ કરી હતી. 16 વર્ષ પહેલા વિધવા થયેલી બહેનનેપોતાના ઘરે આશરો આપ્યા બાદ અવારનવાર દુષ્કર્મ આચરતો હોવાનું અને બહેનને દેરવટુ કરતા પીછો છોડી વધુ એક વખત દુષ્કર્મ આજે જાનુ બહાર આવતા પોલીસે વિશેષ કાર્યવાહી હાથ ધરી છે

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભોગ બનનાર મહિલાની ફરિયાદ તાલુકા પોલીસે તેના જ સગા ભાઇ ભૂપત સામે દુષ્કર્મ સહિતનો નોંધ્યો છે. ભોગ બનનારે ફરિયાદમાં જણાવ્યું છે કે મારા લગ્ન પચ્ચીસ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક પુત્ર છે જે હાલ બાવીસ વર્ષનો છે. આજથી સોળ વર્ષ પહેલા મારા પતિનું અવસાન થયું હતું. એ પછી મને મારો ભાઇ ભૂપત તું એકલી અહિ ન રહેતી, અમારી સાથે રહેજે તેમ કહી તેના ઘરે તેડી ગયો હતો. બાદમાં તેણે તું મારી સાથે શારીરિક સંબંધ બાંધ, તું કોઇને કહેતી નહિ તેમ કહી વારંવાર બળજબરીથી સંબંધ બાંધ્યા હતાં. દોઢેક વર્ષ હું માવતરે રહી હતી ત્યારે દસથી પંદર વખત ભાઇ ભૂપતે બળજબરી કરી હતી. બદનામીની બીકે મેં કોઇને વાત કરી નહોતી. એ પછી મારા દિયર સાથે દિયરવટુ વાળવામાં આવ્યું હતું.

દરમિયાન ફરિયાદી પતિ, પુત્ર સાથે રહેવા માંડી હતી. એ પછી પણ ભાઇ હું ઘરે એકલી હોય ત્યારે આવીને બળજબરી કરી જતો હતો. આજથી ચારેક વર્ષ પહેલા મારા પતિ સાથે મારા આ ભાઇને ઝઘડો થતાં તેણે ઘરે આવવાનું બંધ કરતાં હું ત્રાસમાંથી મુકત થઇ હતી. એ પછી એટલે કે આજથી ત્રણેક વર્ષ પહેલા ભૂપતે મારા નાના ભાઇના પત્નિ ઉપર પણ બળાત્કાર ગુજારતાં ફરિયાદ થતાં ભૂપત જેલમાં ગયો હતો. એ પછી અમે તેની સાથે બોલચાલ બંધ કરી દીધી હતી.


બે વર્ષ પહેલા મારા પિતાનું અવસાન થતાં હું મોઢે થવા માવતરે જતાં ભૂપતે ફરીથી બળજબરી ચાલુ કરી દીધી હતી. હું ના પાડુ તો મારી નાંખવાની ધમકી આપતો હતો. આજથી ત્રણ મહિના પહેલા મેં પેટની કોથળીનું ઓપરેશન કરાવેલ. એ પછી હું માતાના ઘરે આરામ કરવા થઇ હતી. એ દરમિયાન આજથી સતરેક દિવસ પહેલા 28/9/20ના રોજ સાંજે સાડા ચારેક વાગ્યે ભૂપત આવ્યો હતો અને મને ઘરની અંદર લઇ જઇ તારા ઓપરેશનના ત્રણ મહિના થઇ ગ્યા ટાંકા જોવા દે તો તેમ કહી ફરીથી બળજબરી કરી લીધી હતી. અંતે મેં પતિ સહિતને જાણ કરતાં આ બધાએ હિમત આપતાં ફરિયાદ કરી કયર્નિુ જણાવતાં તાલુકા પીઆઇ જે. વી. ધોળાની રાહબરીમાં પીએસઆઇ પી.એમ. રાઠવાએ ગુનો નોંધ્યો હતો. પીએસઆઇ વી.એન. મોરવાડીયા અને નારણભાઇએ હવસખોરની ધરપકડ કરી હતી. પોલીસ સુત્રોના કહેવા મુજબ ભૂપતને બે પત્નિ અને સાત સંતાનો છે. સગી બહેનને હવસખોરીનો શિકાર બનાવનાર ભૂપતને કોર્ટ હવાલે કરવા તજવીજ કરવામાં આવી હતી.

Comments


Post: Blog2_Post

Subscribe Form

Thanks for submitting!

  • Facebook
  • Twitter

©2020 by Ab2. Proudly created with Wix.com

bottom of page