top of page

મારી ગર્લફ્રેન્ડને લાગે છે કે મારી પેનિસની સાઇઝ ડૉક્ટર પાસે ચેક કરાવું

  • Writer: ab2 news
    ab2 news
  • Dec 5, 2020
  • 3 min read

સવાલ- હું કુંવારો છું અને ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવાનાં સપનાં જોઈ રહ્યો છું. અમે બન્ને મુક્ત વિચારનાં છીએ અને છતાં અમે લગ્ન પહેલાં આગળ નહીં વધવાનું નક્કી કરેલું. અત્યાર સુધી અમારી વચ્ચે કિસિંગ સુધીની જ મર્યાદા તૂટેલી, પરંતુ પંદરેક દિવસ પહેલાં આવેશમાં અમે ફિઝિકલ ઇન્ટરકોર્સ સુધી પહોંચી ગયાં. સમસ્યા એ થઈ કે ગર્લફ્રેન્ડને પેનિટ્રેશન દરમ્યાન ખૂબ જ દુખ્યું. મારી ઇન્દ્રિય એક્સાઇટેડ અવસ્થામાં લગભગ સાતથી આઠ ઇંચ લાંબી છે. એને કારણે મારી ગર્લફ્રેન્ડને સમાગમ દરમ્યાન અને પછી બન્ને વખત ખૂબ દુખાવો થયો. અમે કૉન્ડોમ વાપર્યું એ પછી તકલીફ ઘટી ગઈ હતી, પણ તેનો પહેલી વારનો અનુભવ એટલો આકરો રહ્યો કે તે મને લઈને ડૉક્ટર પાસે જવા માગે છે. ઇન્ટરનેટ પરના વિડિયોમાં ચેક કર્યું તો મારી સાઇઝ એકદમ નૉર્મલ છે. તેને આવી ક્લિપ બતાવું કઈ રીતે? આવા કારણસર ડૉક્ટર પાસે જવાનું પણ ઑડ લાગે છે


જવાબ- જસ્ટ રિલૅક્સ. સાચે જ તમારે ડૉક્ટર પાસે જવાની જરૂર છે, પરંતુ એકલા નહીં, તમારી ગર્લફ્રેન્ડને લઈને. તમારામાં કંઈક ખામી છે એટલા માટે નહીં, પરંતુ સેક્સ વિશેનું જ્ઞાન અધકચરું છે એને પાકું કરવા માટે જવાની જરૂર છે. અજ્ઞાન કે અધૂરા જ્ઞાનને કારણે ભ્રામક તકલીફો થાય છે અને સંબંધોમાં વણજોઈતી મુશ્કેલીઓ પેદા થાય છે પુરુષના અવયવો બાબતનું તમારી ગર્લફ્રેન્ડનું અજ્ઞાન તમારા સંબંધમાં અડચણ પેદા કરી રહ્નાં છે. આ સંજોગોમાં કોઈ ઇલાજની જરૂર નથી, માત્ર સાચી સમજણ મળે એ પૂરતું છે. એક વાત સમજવાની જરૂર છે કે યોનિમાર્ગના મસલ્સ ખૂબ જ ફ્લેક્સિબલ હોય છે અને એટલે જ ડિલિવરી વખતે આખું બાળક એમાંથી બહાર નીકળી આવી શકે છે. હવે કહો કે બાળકના માથાના ઘેરાવાની સામે તમારી ઇન્દ્રિયની જાડાઈ વધારે છે તમને જે તકલીફ થાય છે એ ટેક્નિકલ પ્રૉબ્લેમ હોવાની શક્યતા વધારે છે. જ્યાં સુધી ફીમેલ પાર્ટનર બરાબર ઉત્તેજિત ન થઈ હોય ત્યાં સુધી એ ભાગમાં લુબ્રિકેશન નથી થતું. ફોરપ્લેમાં વધુ સમય ગાળો અને પછી બરાબર ચીકણાશ પેદા થઈ છે કે નહીં એ ચેક કરી લો. જરૂર પડ્યે જેલી કે કોપરેલ વાપરશો તો ઇન્દ્રિયપ્રવેશ વખતે ઘર્ષણ ટળશે અને દુખાવો ઓછો થશે


સવાલ- મારાં લગ્નને પાંચ વરસ થયાં છે. હાલમાં કામસર હું દિલ્હી રહું છું. હાલના સંજોગોને કારણે વારંવાર ઘરે આવવાનું સંભવ નથી. ત્રણ-ચાર મહિને આઠ-દસ દિવસ માટે ઘરે આવું છું. એ સિવાય મૅસ્ટરબેશનથી કામ ચાલી જાય. અહીં આવું એ દરમ્યાન મને અને મારી વાઇફને ઇન્ટિમસીનું બહુ મન હોય છે, પણ એમાં મજા નથી આવતી. ખાસ તો મારી વાઇફને બહુ તકલીફ થાય છે. અમે કૉન્ડોમ ન વાપરીએ તો બહુ ઘર્ષણ અનુભવાય છે. તેને સમાગમ દરમ્યાન પેનિટ્રેશન વખતે જ તકલીફ થાય છે. વળી, જેમ-તેમ કામ પતાવો તો એ પછી પ્રાઇવેટ પાર્ટની આજુબાજુનો ભાગ સૂજીને લાલ થઈ ગયો હોય. પીડા પણ થાય છે અને સમાગમ પછી એ ભાગમાં લાલાશ આવી જાય છે. કૉન્ડોમ વાપરીએ તો વાંધો નથી આવતો, પણ અમારે બાળકનું પ્લાનિંગ કરવું છે ત્યારે કૉન્ડોમનો આગ્રહ કેવી રીતે રાખી શકાય? જ્યારે કૉન્ડોમ વિના સમાગમ કરવાનું એન્જાયેબલ નથી. શું કરવું જવાબ- સૌથી પહેલાં તો એક શક્યતા મને લાગે છે કે ઘણા વખત પછી તમે મળતા હોવાથી સમાગમ કરવામાં કોઈ ઉતાવળ તો નથી કરતાને? પૂરતો ફોરપ્લે માણવામાં ન આવે તો પણ આવું થઈ શકે છે. સામાન્ય રીતે પુરુષને ઉત્તેજના જલદી આવી જાય છે, જ્યારે સ્ત્રીઓ ધીમે-ધીમે ઉત્તેજિત થાય છે. સ્ત્રી ઉત્તેજિત થાય એટલે યોનિમાર્ગમાં ચીકાશ પેદા થાય અને પછી ઇન્દ્રિયપ્રવેશ કરી શકાય. લુબ્રિકેશનને કારણે ઘર્ષણ ટળે છે અને લાલાશ તેમ જ પીડાની સંભાવના ઘટી જાય છે. કૉન્ડોમમાં પણ લુબ્રિકેશન હોય છે, જેને કારણે તમને સમાગમ દરમ્યાન તકલીફ નથી થતી. જા તમે ફોરપ્લેમાં રાચશો તો વજાઇનામાંથી નૅચરલ લુબ્રિકેશન પૂરતા પ્રમાણમાં થશે અને પીડાની સમસ્યા આપમેળે મટી જશે.


ધારો કે એ છતાં તમને કૉન્ડોમ જ વાપરવું વધુ સરળ લાગતું હોય તો કૉન્ડોમ વાપરતાં પહેલાં એના આગળનો ભાગ કાપી નાખવો. જેથી વીર્યસ્ખલન દરમ્યાન વીર્ય કૉન્ડોમમાં ભરાઈ રહેવાને બદલે સીધું યોનિમાર્ગમાં જાય.બીજું, તમે અમુક જ અઠવાડિયા માટે પત્ની સાથે સંબંધ રાખી શકો છો. માસિક પછીના આઠથી પંદરમા દિવસ દરમ્યાન સમાગમ કરવામાં આવે તો પ્રેગ્નન્સીની શક્યતાઓ વધે છે એટલે એ સમયગાળા દરમ્યાન સહવાસ માણી શકો એવું આયોજન કરવું હિતાવહ છે

Comments


Post: Blog2_Post

Subscribe Form

Thanks for submitting!

  • Facebook
  • Twitter

©2020 by Ab2. Proudly created with Wix.com

bottom of page