top of page

લવ ટીપ્સ : બેડ પર મહિલાઓ પુરુષો પાસેથી ઈચ્છે છે આ ખાસ ચીજો, શું તમે આપો છો?

Writer: ab2 newsab2 news

પતિ અને પત્ની તથા પ્રેમી-પ્રેમિકાની વચ્ચે સંબંધ મજબૂત કરવા માટે પ્રેમ મહત્વની ભૂમિકા નિભાવે છે. પરંતુ આ પ્રેમ સિવાય શારીરિક સંબંધ પણ એટલો જ મહત્વનો રોલ ભજવે છે. જ્યારે પણ શારીરિક સંબંધની વાત આવે છે તો પુરુષો તેનો ખોટો મતલબ કાઢતા હોય છે. પુરુષોને લાગે છે કે જ્યારે પણ મહિલા બેડ પર રોમેન્ટિક હોય છે તો તેમને ફક્ત સંબંધ બનાવવાથી મતલબ હોય છે, પરંતુ એવું હોતું નથી. તેની સાથે અમુક ચીજ હોય છે જેની ઈચ્છા એક મહિલા પુરુષ પાસેથી રાખે છે. તો ચાલો જાણીએ કે એક મહિલા રોમાન્સ દરમિયાન પુરુષો પાસેથી શું ઈચ્છે છે.

  • પુરુષો જ્યારે પણ સંબંધ બનાવે છે તો તેઓ તેને ઉતાવળમાં પૂર્ણ કરી દેતા હોય છે. જ્યારે મહિલાઓની વિચારસરણી તેનાથી વિપરીત હોય છે. તે ઈચ્છે છે કે પુરુષો પહેલા થોડી વાતચીત કરે, થોડા રોમેન્ટિક બને, મૂડ બનાવે અને ત્યારબાદ શારીરિક સંબંધ બનાવવામાં આવે.

મોટાભાગની મહિલાઓ પોતાના પાર્ટનરથી બેડરૂમમાં કંઈક નવું કરવાની અપેક્ષા રાખતી હોય છે. તેમને હંમેશા કંઇક અલગ સરપ્રાઈઝ આપવું જોઈએ. દરરોજ એક જ રીતે સંબંધ બનાવવાથી તેઓ કંટાળી જતી હોય છે, એટલા માટે તમારે તેમાં અમુક વેરાઈટી લાવવી જોઈએ.


  • મહિલાઓ ઇચ્છે છે કે તમે પણ તેમને સંતુષ્ટિનો પૂરો ખ્યાલ રાખો. મોટાભાગનાં પુરુષો ફિઝિકલ થતા સમયે પોતાની સંતુષ્ટિનો ખ્યાલ રાખે છે. તેમને એક વખત ચરમસુખ મળી જાય તો તેવો મહિલાઓનાં ચરમસુખ વિશે વિચારતા નથી કે તેઓ પહોંચી છે કે નહીં.

સંબંધ બનાવ્યા બાદ ઘણાં પુરુષો મોઢું ફેરવીને સૂઈ જતા હોય છે. મહિલાઓને આ વાત પણ ખૂબ જ ખરાબ લાગે છે. તેઓ ઇચ્છે છે કે પુરુષો સંબંધ બાદ તેમની સાથે થોડી વાતચીત કરે અને તેમને ગળે લગાવીને સુવે.





જ્યારે પણ સંબંધ બનાવવામાં આવે તો ડાયરેક્ટ ફિઝિકલ થવું નહીં. પહેલા થોડો સમય ફોર-પ્લે પણ કરો. તમે સ્ટાર્ટિંગ માં જેટલો વધારે ફોર-પ્લે કરશો, ક્લાઇમેક્સ દરમિયાન મહિલાઓને એટલો આનંદ વધારે આવશે. એટલા માટે આ બાબતનું પણ પુરુષોએ ધ્યાન રાખવું જોઈએ.

  • મહિલાઓ ઇચ્છે છે કે સંબંધ દરમિયાન પુરુષો તેમની ઈજ્જત આપે અને પ્રેમથી ટ્રીટ કરે. તે પોતાને ફક્ત પુરુષોની હવસ પુરી કરવાનું મશીન બનવા માંગતી નથી. તમારે તેને ખાસ સમય દરમ્યાન માન-સન્માન આપવું જોઈએ.

  • સંબંધ બનાવતા દરમિયાન મહિલાઓની મરજી પણ ખૂબ જ મહત્વ રાખે છે. જો તેમનો મુડ ન હોય અથવા તેવો સંબંધ બનાવવા ન માંગતા હોય તો તેમની સાથે જબરદસ્તી કરવી જોઈએ નહીં.

  • સંબંધ બનાવતા પહેલા અથવા તે દરમ્યાન રોમેન્ટિક મુવી અથવા વીડિયો જોવા પણ ખૂબ જ સારો આઇડિયા છે. તેનાથી મુડ બનાવવામાં મદદ મળે છે.

Comentarios


Post: Blog2_Post

Subscribe Form

Thanks for submitting!

  • Facebook
  • Twitter

©2020 by Ab2. Proudly created with Wix.com

bottom of page