top of page

હાથરસ હત્યાની પીડીત યુવતીના ન્યાય માટે અમદાવાદમાં હજારો કર્મચારીઓ હડતાળ પર

  • Writer: ab2 news
    ab2 news
  • Oct 6, 2020
  • 1 min read

આખા અમદાવાદ શહેરમાં આજે ક્યાંય સફાઈકામ નહિ થાય. કારણ કે, એએમસીના સફાઈકર્મીઓ આજે એક દિવસની હડતાળ પર ઉતર્યાં છે. હાથરસમાં બનેલી ઘટનાને પગલે મ્યુનિના સફાઈકમદારો એક દિવસ સફાઈ નહિ કરે. હાથરસની પીડિતાના આરોપીઓને ઝડપી અને કડક સજા થાય તેવી માંગ સાથે મ્યુનિસિપલ નોકર મંડળ દ્વારા એક દિવસની હડતાળ જાહેર કરાઈ છે. જેથી હાથરસ ઘટનાના વિરોધમાં ૨૦,૦૦૦ સફાઈકર્મીઓ કામથી અળગા રહ્યા છે. તેઓએ કહ્યું કે, કોરોના છે, પણ અનુસૂચિત સમાજની દીકરી માટે અમે એક દિવસની હડતાળ યોજી છે. આમ સમગ્ર અમદાવાદમાં સફાઈ કામદારો કોઈ પણ રેલી, સૂત્રોચ્ચાર વગર શાંતિપૂર્ણ રીતે કામથી દૂર રહ્યાં છે. દલિત યુવતી પર થયેલા કથિત ગેંગરેપ અને હત્યાના વિરોધમાં મંગળવારે સમગ્ર અમદાવાદ શહેરના સફાઇ કર્મચારીઓ દ્વારા સામુહિક હડતાળની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ નોકર મંડળ દ્વારા આ મુદ્દે જણાવાયું કે, હાથરસની યુવતી પર થયેલા ગેંગરેપ મુદ્દે ન્યાયની માંગ સાથે શહેરમાં એક દિવસ પુરતી સફાઇની કામગીરી બંધ રાખવામાં આવશે. શહેરના ૨૦,૦૦૦ થી વધારે સફાઇ કર્મચારીઓ મંગળવારે શહેરમાંથી કચરો નહી ઉપાડે.

Comments


Post: Blog2_Post

Subscribe Form

Thanks for submitting!

  • Facebook
  • Twitter

©2020 by Ab2. Proudly created with Wix.com

bottom of page